Coastal Road Accident: કોસ્ટલ રોડ પર કંપાવનારો અકસ્માત- કાર ઊંઘી વળી જતાં 19 વર્ષીય કોલેજિયનનું મોત

11 February, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Coastal Road Accident: કાર આચનકથી પલટી ખાઈ જતાં આ અકસ્માત થયો છે. જેમાં ગાર્ગી ચાટે નામની આ કોલેજિયનનું જીવન રોળાયું છે

કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો

તાજેતરમાં જ વાહનવ્યવહાર માટે ખૂલો મૂકવામાં આવેલો કોસ્ટલ રોડ લોકોને ઉપયોગી પડી રહ્યો છે ત્યાં જ હવે પહેલો અકસ્માત (Coastal Road Accident) સામે આવ્યો છે. હા, અહી પૂરપાટ દોડી રહેલી એક કાર પલટી ખાઈ ગઈ હતી અને જેમાં એક ૧૯ વર્ષની કોલેજિયન યુવતીનું મોત થયું છે. 

આ સમગ્ર મામલે જે માહિતી સામે મળી રહી છે તે અનુસાર સાઉથ મુંબઈમાં આવેલા કોસ્ટલ રોડ પર એક 19 વર્ષીય કોલેજિયન યુવતીનું મોત થયું છે. તેના ફ્રેંડ દ્વારા જ કાર ચલાવવામાં આવી રહી હતી. તે કાર આચનકથી પલટી ખાઈ જતાં આ અકસ્માત થયો છે. જેમાં ગાર્ગી ચાટે નામની આ કોલેજિયનનું જીવન રોળાયું છે. 

Coastal Road Accident: તારદેવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે આ ઘટના શનિવારે સાંજે 8 વાગ્યે દક્ષિણ તરફના પટ પર બની હતી. અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, "મૃતકની ઓળખ ગાર્ગી ચાટે તરીકે થઈ છે, જે નાસિકની રહેવાસી છે, જે જય હિંદ કોલેજમાંથી MBA કરી રહી હતી. તેના મિત્ર 22 વર્ષીય સંયમ સાકલાએ આ કોલેજિયનને તેની કોલેજમાંથી પોતાની કારમાં બેસાડી હતી. પણ કોસ્ટલ રોડ પર તેણે વાહન પરનો કાબૂ ગુમાવી દેતાં કાર પલટી ગઈ હતી. આ અકસ્માત બન્યો બાદ રાહદારીઓએ તેઓને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં મુખ્ય અધિકારીએ ગાર્ગી ચાટેને મૃત જાહેર કરી હતી"

ગાર્ગી અને સંયમ શનિવારે મોડી રાત્રે સ્વિફ્ટ કારમાં પ્રભાદેવીથી મરીન ડ્રાઇવ તરફ જવા નીકળ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર સી બીચ રોડ પર હાજી અલી વળાંક પર સંયમે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે મોટર લોખંડની મોટી જાળી સાથે અથડાઈ (Coastal Road Accident) હતી અને કાર ત્યાંને ત્યાં જ પલટી ગઈ હતી.

કોલેજિયન યુવતી તો બચી ન શકી

પ્રાપ્ત માહિતી અનુસાર પીડિતાને માથામાં ખૂબ જ ગંભીર ઈજાઓ થઈ હતી. જેને કારણે તે બચી શકી નથી. જોકે, અન્ય લોકો આ બંનેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ આ છોકરીએ દમ તોડ્યો હતો. મૃતક ગાર્ગી નાસિકની વતની હતો અને અભ્યાસ માટે મુંબઈ આવી હતી. તે દાદરના શિવાજી પાર્ક વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં રહેતી હતી. અને અભ્યાસ કરતી હતી.

સંયમની સારવાર ચાલી રહી છે

Coastal Road Accident: હોસ્પિટલ ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી. અત્યારે સંયમની સારવાર ચાલી રહી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે ઉતાવળમાં અને બેદરકારીથી વાહન હંકારવા મામલે સંયમ સામે મોતનો કેસ નોંધ્યો છે.

mumbai news mumbai road accident Mumbai Coastal Road tardeo south mumbai