18 April, 2025 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ડિરક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ ઍરપોર્ટ પરથી વેસ્ટ આફ્રિકન દેશ ગિનીની મહિલાની ૨૧.૭૮ કરોડ રૂપિયાની કિંમતના કોકેન૦ સાથે ધરપકડ કરી હતી. કરોડો રૂપિયાના કોકેન સાથે ઝડપાયેલી મહિલાના આ કેસ વિશે માહિતી આપતાં ઑફિસરે કહ્યું હતું કે ‘કેન્યાના પાટનગર નાઇરોબીથી આ મહિલા મુંબઈ આવી હતી. અમને સ્પેસિફિક ઇમન્ફર્મેશન હતી. મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર તેની ફ્લાઇટ લૅન્ડ થયા બાદ અમે તેની પૂછપરછ કરી હતી. તેના લગેજમાંથી ૨૧૭૮ ગ્રામ વાઇટ પાઉડરનાં ત્રણ પૅકેટ મળી આવ્યાં હતાં. એની નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબસ્ટન્સિસ ઍક્ટ (NDPS)ની કિટ દ્વારા ચકાસણી કરતાં એ કોકેન હોવાનું જણાઈ આવ્યું હતું. એથી એ કોકેન જપ્ત કરવામાં આવ્યું હતું જેની આંતરપરાષ્ટ્રીય બજારમાં કિમત ૨૧.૭૮ કરોડ રૂપિયા છે. મહિલાની NDPS ઍક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આ સંદર્ભે આ કોકેન તે કોને સપ્લાય કરવાની હતી એ વિશે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.’