જૈન આચાર્ય જવાહરલાલજી મહારાજસાહેબના સ્મરણમાં બહાર પડ્યાં સ્મારક સ્ટૅમ્પ અને સિક્કો

17 November, 2025 08:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્વતંત્રતાસેનાની રહી ચૂકેલા મહારાજસાહેબની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ભારત સરકારે આપ્યું સન્માન

સ્મારક સ્ટૅમ્પ અને સિક્કાને રિલીઝ કરતા ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા તેમ જ બહાર પાડવામાં આવેલાં સ્મારક સ્ટૅમ્પ અને સિક્કો.

મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા પંજાબ અને ચંડીગઢના રાજ્યપાલ ગુલાબચંદ કટા​રિયાની હાજરીમાં ગઈ કાલે રાજભવનમાં જૈન આચાર્ય અને સ્વતંત્રતાસેનાની જવાહરલાલજી મહારાજસાહેબની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે સ્મારક સ્ટૅમ્પ અને સિક્કો બહાર પાડવામાં આવ્યાં હતાં. આ સ્ટૅમ્પ મુંબઈના જસકરણ બોથરા ફાઉન્ડેશનના પ્રયાસો અને રજૂઆતને કારણે બહાર પાડી શકાઈ હતી. આ પ્રસંગે મહારાષ્ટ્રના ચીફ પોસ્ટ-માસ્ટર જનરલ અમિતાભ સિંહ, સ્ટેટ ગવર્નમેન્ટના મિનિસ્ટર મંગલ પ્રભાત લોઢા, જસકરણ બોથરા ફાઉન્ડેશનના ટ્રસ્ટી સિદ્ધાર્થ બોથરા ઉપસ્થિત રહ્યા હતા.

આચાર્ય જવાહરલાલજીએ બાળલગ્ન, દહેજ અને વ્યસનોની સામે ઝુંબેશ ચલાવીને સમાજસેવાનું કાર્ય કર્યું હતું. એટલું જ નહીં, તેમણે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને લોકમાન્ય ટિળકને પણ આઝાદીની ચળવળ વખતે પ્રેરણા આપી હતી. તેમણે અહિંસા અને સ્વદેશીની ચળવળને સપોર્ટ કર્યો હતો અને મહિલા શિક્ષણને પણ પ્રાધાન્ય આપ્યું હતું.

mumbai news mumbai jain community maharashtra news maharashtra government