ભાઈંદરમાં દીપડાના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા લોકોને પાંચ લાખ રૂપિયાનું વળતર

22 December, 2025 07:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને પાંચ લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે

દીપડો

ભાઈંદર-ઈસ્ટની પારિજાત સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં આતંક ફેલાવીને દીપડાએ ૭ જણને ઘાયલ કર્યા હતા. ત્યાર બાદ તમામ ઘાયલોની સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે એવી જાહેરાત ફૉરેસ્ટ મિનિસ્ટર ગણેશ નાઈકે કરી હતી. ત્રણ ઘાયલોને ૫૦,૦૦૦ અને એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને પાંચ લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. બાકીના બે સામાન્ય ઘાયલોને વળતર આપવા પર સરકાર વિચાર કરી રહી છે.

mumbai news mumbai mira bhayandar municipal corporation bhayander wildlife maharashtra forest department maharashtra government