BKC જવા માટે હવે મોટરિસ્ટોએ ટ્રાફિક-જૅમમાં હેરાન નહીં થવું પડે

23 January, 2026 08:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ પરથી BKCને જોડતો કનેક્ટર બ્રિજ ટૂંક સમયમાં ચાલુ થવાની શક્યતા

પ્રતીકાત્મક તસવીર

જો બધું સમુંસૂતરું પાર પડ્યું તો સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ (SCLR) પરથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) જવા હવે મોટરિસ્ટોને વધુ સમય નહીં લાગે અને તેમણે ટ્રાફિક-જૅમમાં હેરાન પણ નહીં થવું પડે. SCLR પરથી BKCને જોડતો કનેક્ટર બ્રિજ માર્ચ ૨૦૨૬ સુધીમાં પૂરો થઈ જવાની શક્યતા છે.

આ બ્રિજ બનાવી રહેલી મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ના ઑફિસરે આ બાબતે કહ્યું હતું કે ‘બ્રિજનું ૮૫ ટકા જેટલું કામ થઈ ગયું છે. કનેક્ટર આર્મમાં ફક્ત એક જ ૫૪ મીટરનો સ્પાન પરનો સ્લૅબ ગોઠવવાનો બાકી છે. બાકીના તૈયાર થઈ ગયેલા બ્રિજ પર વૉટરપ્રૂફિંગનું,

ઍન્ટિ-ક્રૅશ બૅરિયર બેસાડવાનું અને પેઇન્ટિંગનું કામ ચાલવી રહ્યું છે.’  આ ૧.૪ કિલોમીટર લાંબો કનેક્ટર આર્મ (બ્રિજ) ટોટલ ૨૦૭ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે. એનો ૫૦૦ મીટરનો ભાગ ૪ લેનનો અને ૧૭.૨ મીટર પહોળો હશે, જ્યારે બાકીનો ૯૦૦ મીટરનો ભાગ બે લેનનો હશે અને ૮.૫ મીટર પહોળો રેહશે. એક વાર એ ચાલુ થઈ જતાં સાંતાક્રુઝ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી BKC આવવા-જવામાં બહુ જ આસાની રહેશે.

mumbai news mumbai bandra kurla complex bandra mumbai traffic mumbai traffic police