કાવતરાના નામે કાવતરું

28 October, 2021 08:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનસીબીની આર્યન કેસમાં કાવતરાની થિયરી જ જામીન ન આપવા માટેનું કાવતરું છે?

સમીર વાનખેડેની પૂછપરછ માટે મુંબઈ આવેલી એનસીબીની ટીમ. સમીર માર્કન્ડે

આર્યન ખાનને આજે જામીન મળે છે કે નહીં એના પર બધાની નજર છે ત્યારે એનસીબી તરફથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી ક્રૂઝ પર ડ્રગ્સ લઈ જવામાં આવ્યું એ એક મોટા કાવતરાનો ભાગ છે એવું કહેવામાં આવ્યું છે અને એટલા માટે જ જ્યાં સુધી આ આખા કાવતરાનો પર્દાફાશ ન થાય ત્યાં સુધી આરોપીઓને જામીન ન મળવા જોઈએ એવું નીચલી અદાલતમાં કહેવામાં આવ્યું હતું. જોકે ગઈ કાલે બચાવ પક્ષના વકીલોની પૂરી થયેલી દલીલમાં તેમણે એનસીબીની આ થિયરીને જ જામીન ન આપવા માટેનું એક કાવતરું હોવાનું કહ્યું હતું. તેમનું કહેવું છે કે આ અમારા અસીલ વચ્ચે ભેગા મળીને કોઈ મીટિંગ સુધ્ધાં નથી થઈ તો એ કાવતરાનો એક ભાગ કઈ રીતે હોઈ શકે? 
દરમ્યાન, ગઈ કાલે એનસીબીની એક ટીમ સમીર વાનખેડેની સામેના આરોપોની તપાસ કરવા મુંબઈ આવી પહોંચી હતી. આ ટીમ કે. પી. ગોસાવી અને જગદીશ સાઇલની પણ પૂછપરછ કરવાની છે. 

Mumbai mumbai news aryan khan Narcotics Control Bureau