Mahayuti Controversy: મહાયુતિમાં ફરી ઉથલપાથલ? કયા મુદ્દે ફડણવીસે કહી દીધું કે ‘ફિક્સર’ મંજૂર નથી!

25 February, 2025 04:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mahayuti Controversy: મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં ફરી આંતરિક વિવાદ થયો. ફડણવીસે તમામ મંત્રીઓને સ્પષ્ટ કરી દીધું છે કે દાગી ઇતિહાસ ધરાવતા કોઈપણ વ્યક્તિને PS અથવા OSD તરીકે નિમણૂક કરાશે નહીં, જેનાથી કેટલાક મંત્રીઓમાં નારાજગી જોવા મળી.

દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, અજીત પવારની ફાઇલ તસવીરનો કોલાજ

મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર (Mahayuti Controversy)માં આંતરિક સંઘર્ષ સતત ચર્ચાનો વિષય બન્યો છે. સરકાર બન્યા બાદથી જ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની નારાજગીની વાતો સામે આવી રહી છે. ત્યારબાદ, એનસીપી કોટાના મંત્રી ધનંજય મુંડેને લઈ ગઠબંધનમાં તણાવ સર્જાયો હતો. હવે મંત્રીઓના ખાનગી સચિવ (PS) અને વિશેષ કાર્ય અધિકારી (OSD)ની નિમણૂકને લઈ ફરીથી વિવાદ ઊભો થયો છે.

ફડણવીસ એક્શન મોડમાં

વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હવે પૂરેપૂરા એક્શનમાં આવ્યા છે. એકનાથ શિંદે અને અજીત પવાર જેવા અનુભવી નેતાઓની હાજરી હોવા છતાં, તેઓ સરકાર પર પોતાની પકડ મજબૂત રાખવા ઈચ્છે છે એવું લાગી રહ્યું છે. એકનાથ શિંદે અને અજીત પવાર, બંને ફડણવીસ સરકારમાં નાયબ મુખ્યમંત્રીનો પદભાર સંભાળી રહ્યા છે, પરંતુ ફડણવીસ કોઈપણ મુદ્દે તેમને છૂટછાટ આપવા માગતા નથી. અગાઉ પાલક મંત્રીઓની નિમણૂક (Mahayuti Controversy) પર વિવાદ થયો હતો, અને હવે મંત્રીઓના PS અને OSDની નિમણૂકના મુદ્દે મતભેદ ઉભા થયા છે.

મંત્રીઓના PS અને OSD પર મુખ્ય મંત્રીનો કડક વલણ

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તમામ મંત્રીઓને સ્પષ્ટ કરી દીધું છે કે કલંકિત ઇતિહાસ ધરાવતા કોઈપણ વ્યક્તિને PS અથવા OSD તરીકે નિમણૂક કરાશે નહીં. તેમણે કહ્યું કે, મંત્રીઓના OSD અને ખાનગી સચિવ પસંદ કરવાનો અધિકાર માત્ર મુખ્યમંત્રીનો જ હોય છે. કૃષિ મંત્રી માણિકરાવ કોકાટેએ આ મુદ્દે ખુલ્લમખુલ્લા નારાજગી દર્શાવી ત્યારે આ વિવાદ ઉઠ્યો છે. એક કાર્યક્રમમાં પોતાની નારાજગી વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે અમારા PS અને OSDની નિમણૂક પણ મુખ્યમંત્રી (Mahayuti Controversy) દ્વારા નક્કી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે “હવે મારા પીએ અને OSD પણ મુખ્યમંત્રી નક્કી કરે છે. તો અમારા હાથમાં શું બચ્યું?” તેઓ અજિત પવારના એનસીપી કોટામાંથી મંત્રી બન્યા છે.

કૃષિ મંત્રી કોકાટેના નિવેદન અંગે CM ફડણવીસને કહ્યું કે, મંત્રીઓના ખાનગી સચિવ (પીએસ) અને OSDની નિમણૂક (Mahayuti Controversy) કરવાનો અધિકાર માત્ર મુખ્યમંત્રીને જ છે. નિયમ અનુસાર, મંત્રીઓ નામોની ભલામણ મુખ્યમંત્રીને મોકલે છે અને અંતિમ નિર્ણય મુખ્ય પ્રધાન જ લે છે. ફડણવીસે જણાવ્યું કે, “હમણાં સુધી મારી પાસે આ માટે 125 નામો આવ્યા છે, જેમાંથી 109 નામોને મંજૂરી આપી છે. બાકી 16 નામોને મંજૂરી આપવામાં આવી નથી, કારણ કે તેમની વિરુદ્ધ કોઈને કોઈ પ્રકારની ગુનાકીય બાબતને લઈને તપાસ ચાલી રહી છે અથવા તેઓ પર ગંભીર આરોપો છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે છે કે આવા વિવાદિત નામોને મંજૂરી અપાશે નહીં. અને જો કોઈ ગુસ્સે છે તો તેની તેના પર કોઈ અસર થશે નહીં. તે વિવાદાસ્પદ નામોને મંજૂરી આપશે નહીં. તેમણે કહ્યું છે કે જે લોકો પર આરોપો છે અથવા તપાસ ચાલી રહી છે. આવા લોકોના નામને લઈને પરસેપ્શન એક ફિક્સર હોય છે.

eknath shinde ajit pawar devendra fadnavis maha yuti bharatiya janata party maharashtra political crisis maharashtra news maharashtra political news