મુંબઈમાં કોરોનાનું જોખમ વધુ ઓછું થયું : પાંચ સોસાયટી કોરાનામુક્ત થઈ

23 October, 2021 09:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે એકેય સ્લમ અને બેઠી ચાલ સીલ નહોતી, જ્યારે પાંચ કે એનાથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ ધરાવતી ઇમારતોની સંખ્યા પાંચના ઘટાડા સાથે ૩૭ થઈ હતી. 

પ્રતીકાત્મક તસવીર

શહેરમાં ગઈ કાલે ૩૮,૭૪૨ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાં ૧.૧૦ ટકા પૉઝિટિવિટી સાથે ૪૨૧ કેસ નોંધાયા હતા. ગઈ કાલે વધુ પાંચ દરદીનાં મૃત્યુ થયાં હતાં, જે તમામ સિનિયર સિટિઝન હતા. આ સાથે શહેરમાં કુલ મૃત્યાંક ૧૬,૨૦૨ થયો છે. ગઈ કાલે નવા નોંધાયેલા કેસ કરતાં વધુ એટલે કે ૪૯૦ દરદી રિકવર થયા હતા. આ સાથે મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૫૨,૮૦૭ કેસમાંથી ૭,૨૯,૬૨૧ રિકવર થયા હતા. ઍક્ટિવ કેસનો આંકડો ઘટીને ૪,૪૬૧ થયો હતો. ગઈ કાલે એકેય સ્લમ અને બેઠી ચાલ સીલ નહોતી, જ્યારે પાંચ કે એનાથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ ધરાવતી ઇમારતોની સંખ્યા પાંચના ઘટાડા સાથે ૩૭ થઈ હતી. 

Mumbai mumbai news