આજકલ તો હિન્દુ લડકિયોં કો મુસ્લિમ લડકે હી પસંદ આતે હૈં

25 April, 2026 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવા મેસેજ અને અશ્લીલ વિડિયો મોકલીને કરતો હતો ઉશ્કેરણી : મુંબઈમાં પણ કૉર્પોરેટ જેહાદ : ત્રણ હિન્દુ મહિલા કલીગ્સની સતામણીના કેસમાં એક મુસ્લિમ કર્મચારીની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સાઉથ મુંબઈમાં એક ખાનગી કંપનીના ૨૪ વર્ષના કર્મચારીની મહિલા સહકર્મીનો પીછો કરવા અને જાતીય સતામણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આગ્રીપાડા પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ સંદર્ભે માહિતી આપતાં એક ઑફિસરે જણાવ્યું હતું કે ૧૯ વર્ષની ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે આરોપીએ તેને અશ્લીલ વિડિયો મોકલ્યા હતા અને જાતીય સંબંધોની માગણી કરી હતી. જોકે ધ્યાન દોરે એવી વાત એ હતી કે આરોપીએ હિન્દુ સમુદાયની મહિલાઓને નિશાન બનાવી હતી, તેમને વાંધાજનક સંદેશાઓ અને અશ્લીલ વિડિયો મોકલ્યા હતા અને તેમની સાથે ચૅટ કરતી વખતે ગંદી કમેન્ટ કરી હતી. આરોપીએ આ મહિલાઓને ‘આજકલ હિન્દુ લડકિયોં કો મુસ્લિમ લડકે હી પસંદ આતે હૈં’ એવા મેસેજ કરીને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો હતો.

શિવડી ક્રૉસ રોડના રહેવાસી અશરફની ગુરુવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને ૨૮ એપ્રિલ સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. 

sexual crime Crime News mumbai crime news mumbai police mumbai mumbai news