ખોટી આર્થિક નીતિ અને વિઝનરહિત નેતૃત્વને લીધે ૧૯૪૭ પછી દેશે ઘણું સહન કર્યું છે : ગડકરી

07 May, 2022 07:31 AM IST  |  Mumbai | Agency

પીએમ મોદીએ મહાત્મા ગાંધી દ્વારા આપવામાં આવેલા સ્વદેશીના વિચારને પ્રોત્સાહન આપ્યું: ગડકરી

ખોટી આર્થિક નીતિ અને વિઝનરહિત નેતૃત્વને લીધે ૧૯૪૭ પછી દેશે ઘણું સહન કર્યું છે : ગડકરી

ખોટી આર્થિક નીતિ, ભ્રષ્ટ શાસન અને વિઝનરહિત નેતૃત્વને કારણે સ્વતંત્રતા મળ્યા બાદ દેશે ભારે નુકસાન સહન કરવું પડ્યું છે એમ જણાવતાં કેન્દ્રીય નેતા નીતિન ગડકરીએ ઉમેર્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં હવે લોકો આત્મનિર્ભર, સુખી-સમૃદ્ધ અને શક્તિશાળી ભારતની વાતો કરે છે. પીએમ મોદીએ મહાત્મા ગાંધી દ્વારા આપવામાં આવેલા સ્વદેશીના વિચારને પ્રોત્સાહન આપ્યું. ‘ભારતીય બનો અને ભારતીય ખરીદો’ના વિચારનો પ્રચાર થવો જોઈએ.’
જૈન આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઑર્ગેનાઇઝેશનના ‘જિતો કનેક્ટ ૨૦૨૨’ના ઉદ્ઘાટનપ્રસંગે બિઝનેસ મીટિંગને સંબોધન કરતાં તેમણે આયાત ઘટાડીને નિકાસ પર ભાર આપવાની આવશ્યકતા પર વિશેષ ભાર મૂક્યો હતો. 

mumbai mumbai news nitin gadkari narendra modi