03 May, 2026 07:26 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent
નિદા ખાન
નાશિકની કોર્ટે શનિવારે તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના નાશિક યુનિટના જાતીય સતામણી અને બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવાના કેસની આરોપી નિદા ખાનની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી, કારણ કે ફરિયાદ પક્ષે તેની કસ્ટોડિયલ પૂછપરછની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સરકારી વકીલ અજય મિસારે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘આ ગુનો ગંભીર છે. નિદા ખાન મુખ્ય આરોપીઓમાંની એક છે અને તેથી તેની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે. કોર્ટે નિદા ખાનની જામીનઅરજી ફગાવી દીધી હતી. અંતિમ આદેશ ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે.’
આ કેસની ફરિયાદ અનુસાર નિદા ખાને મહિલા કર્મચારીઓને ઇસ્લામિક પરંપરાઓ અનુસાર પોશાક પહેરવાની અને વર્તન કરવાની સલાહ આપી હતી.