TCSની યુવતીઓને બ્રેઇનવૉશ કરવાનો સિસ્ટમૅટિક પ્લાન હોવાનું જણાય છે

05 May, 2026 07:33 AM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

નિદા ખાનને ધરપકડ પહેલાં જામીન આપવાનો ઇનકાર કરતાં કોર્ટે ટાંક્યું...

નિદા ખાન

નાશિકની  તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના કેસમાં આરોપી નિદા ખાનની અાગોતરા જામીનની અરજી ફગાવતાં કોર્ટે નોંધ્યું હતું કે યુવતીઓનું યોજનાપૂર્વક બ્રેઇનવૉશ કરીને મલેશિયા મોકલવાનું સિસ્ટમૅટિક પ્લાનિંગ હોવાનું જણાય છે. 

કોર્ટે નિદા ખાનની ફગાવી દેવાયેલી આગોતરા જામીનની અરજીના ઑર્ડરમાં જણાવ્યું હતું કે ગુનાની તીવ્રતા ખરેખર મલ્ટી-ડાઇમેન્શનલ અને મલ્ટી-લેયર્ડ છે અને કેસના મૂળ સુધી જવા માટે કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે. નાશિક રોડ કોર્ટના ઍડિશનલ સેશન્સ જજ કે. જી. જોશીએ તર્કસંગત આદેશમાં નોંધ્યું હતું કે રેકૉર્ડ મુજબ યુવતીનું નામ બદલ્યા પછી આરોપી તેને મલેશિયા મોકલવા માગતો હતો. પ્રોસિક્યુશન દ્વારા તેની કસ્ટોડિયલ પૂછપરછની જરૂરિયાત પર ભાર મૂક્યા બાદ કોર્ટે બીજી મેએ નિદા ખાનની અરજી ફગાવી દીધી હતી.

ગઈ કાલે જાહેર કરાયેલી કોર્ટના આદેશની કૉપીમાં કોર્ટે જણાવ્યું હતું કે પ્રાથમિક રીતે એવું લાગે છે કે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)માં નિદા ખાનની ભૂમિકાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સંડોવણી પણ જોવા મળી રહી છે. FIR મુજબ નિદા ખાને મહિલા કર્મચારીઓને ઇસ્લામિક પરંપરા અનુસાર પોશાક પહેરવાની અને મુસ્લિમો જેવું વર્તન કરવાની સલાહ આપી હતી.

nashik tcs tata group maharashtra news maharashtra