વિનોદ કાંબળી ફરી વિવાદમાં : પત્નીની મારપીટનો છે આરોપ

05 February, 2023 03:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બાંદ્રા પોલીસે ભૂતપૂર્વ ક્રિકેટર વિરુદ્ધ દાખલ કરી FIR

વિનોદ કાંબળીની ફાઈલ તસવીર (તસવીર : સૈય્યદ સમીર અબેદી)

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબળી (Vinod Kambli) સતત વિવાદોમાં ગેરાયેલા રહે છે. હવે તેઓ પત્ની સાથેના વિવાદને કારણે ફસાયા છે. દારુના નશામાં પત્નીની માપીટ કરવાના આરોપસર ક્રિકેટર વિરુધ્ધ બાંદ્રા (Bandra) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે આ મામલે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી.

બાંદ્રા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું છે કે, ‘કાંબળીની પત્ની, એન્ડ્રીયા (Andrea)એ પોલીસ ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે, ક્રિકેટરે તેના પર કૂકિંગ પૅન ફેંકી હતી. જેના કારણે તેને માથામાં ઈજા થઈ હતી.’

પોલીસમાં કરવામાં આવેલી ફરિયાત મુજબ, આ ઘટના શુક્રવારે બપોરે એકથી દોઢ વાગ્યાની વચ્ચે બની હતી જ્યારે કાંબળી નશાની હાલતમાં તેના ફ્લેટ પર પહોંચ્યો હતો અને તેની પત્ની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો હતો. તે સમયે ત્યાં હાજર તેના બાર વર્ષના પુત્રએ લડાઈમાં દરમિયાનગીરી કરી હતી, પરંતુ કાંબળી રસોડામાં ગયો હતો અને તૂટેલી તપેલીનું હેન્ડલ લઈને પત્નીને માર માર્યો હતો. જેને કારણે એન્ડ્રીયાને ઈજા પહોંચી હતી. બાદમાં તે મેડિકલ તપાસ માટે ભાભા હોસ્પિટલમાં ગઈ હતી.

આ પણ વાંચો - હા, હું સસલાંઓનેય સંભાળી નથી શકતો

આ મામલાની તપાસ કરી રહેલા અધિકારીએ જણાવ્યું છે કે, ફરિયાદના આધારે બાંદ્રા પોલીસે શુક્રવારે કાંબળી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૨૪ (સ્વેચ્છાએ ખતરનાક હથિયારોથી ઈજા પહોંચાડવી) અને કલમ ૫૦૪ (સ્વેચ્છાએ શાંતિનો ભંગ કરવો) હેઠળ કેસ નોંધ્યો છે. અપમાન હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે) અને આ મામલાની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો - બિલ્ડિંગના ગેટ સાથે કાર ટકરાતાં ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબળીની ધરપકડ અને જામીન પર છુટકારો

તમને જણાવી દઈએ કે, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબળીએ તેમની કારકિર્દીમાં ૧૦૪ વનડે અને ૧૭ ટેસ્ટ મેચ રમી હતી. તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં છ સદી ફટકારી હતી. જેમાં તેમણે ટેસ્ટમાં ૪ સદી અને વનડેમાં ૨ સદી ફટકારી હતી. પરંતુ કારકિર્દી પ્રત્યેની તેમની બેદરકારીને કારણે તે બહુ જલ્દી ખતમ થઈ ગઈ હતી.

mumbai mumbai news Crime News mumbai crime news bandra mumbai police vinod kambli