24 April, 2024 08:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રાઇમ બ્રાન્ચની ટીમ
સલમાન ખાનના બાંદરા-વેસ્ટમાં ગૅલૅક્સી અપાર્ટમેન્ટમાં આવેલા ઘર પર ૧૪ એપ્રિલે થયેલા ફાયરિંગના કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે સોમવારે હુમલાખોરોએ સુરતની તાપી નદીમાં ફગાવી દીધેલી એક પિસ્ટલ શોધી કાઢી હતી; પણ ગઈ કાલે મંગળવારે પણ તાપીમાં ડાઇવર્સની મદદથી શોધ ચલાવીને એ કેસમાં વપરાયેલી બીજી એક પિસ્ટલ, ચાર મૅગેઝિન અને ૧૭ બુલેટ્સ શોધી કાઢી હતી. પોલીસ હવે હુમલાખોરોના ફોનની શોધ ચલાવી રહી છે. પોલીસને શંકા છે કે હુમલાખોર વિકી ગુપ્તા અને સાગર પાલે તેમને સુપારીમાં મળેલી રકમનાં કેટલાંક ટ્રાન્ઝૅક્શન્સ કર્યાં હોઈ શકે.