16 March, 2026 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મલાડ સ્ટેશન પર મંડપ બાંધીને પઢવામાં આવી રહેલી નમાજનો વિડિયો વાઇરલ થયા બાદ ઊહાપોહ મચતાં FIR દાખલ કરવામાં આવ્યો હતો.
મલાડ સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર એક પર મંડપ બાંધી જગ્યા કવર કરીને મુસ્લિમો દ્વારા નમાજ પઢવામાં આવતી હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ આ બાબતે ઑનલાઇન ચર્ચાએ જોર પકડ્યું હતું. એ પછી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ સંસદસભ્ય અને નેતા કિરીટ સોમૈયાએ તેમની સામે ઍક્શન લેવાની માગણી કરી હતી. મલાડના સ્ટેશન-માસ્ટરે ત્યાર બાદ ફરિયાદ કરતાં રેલવે પ્રોટેક્શન ફોર્સ ઍક્શનમાં આવી હતી અને ૩ ફેરિયાઓ સામે આ બાબતે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો હતો.
એ વિડિયો વાઇરલ થયા બાદ રેલવે પ્રોટેક્શન ફોર્સે ૩ ફેરિયાઓ સામે રેલવે પ્રૉપર્ટીમાં ટ્રેસપાસિંગ કરવા અને અયોગ્ય રીતે ઉપયોગ કરવા બદલ ગુનો નોંધ્યો હતો. તાજેતરમાં જ ઍરપોર્ટ નજીક નમાજ પઢવા બદલ રિક્ષાડ્રાઇવરોની બૉમ્બે હાઈ કોર્ટે ઝાટકણી કાઢી હતી.