સાયરસ મિસ્ત્રીના મૃત્યુના સ્થળે મોડે-મોડે ગો સ્લોનું બોર્ડ લાગ્યું

11 September, 2022 10:44 AM IST  |  Mumbai | Diwakar Sharma

ગો સ્લો બોર્ડ પણ સાયરસ મિસ્ત્રીની મર્સિડીઝ કાર જ્યાં ક્રૅશ થઈ હતી એ બ્લૅક સ્પૉટ કરતાં માંડ ૧૫૦ મીટર જેટલા અંતરે મૂકવામાં આવ્યું છે

ગો સ્લોનું બોર્ડ

ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રી અને તેમના મિત્ર જહાંગીર પંડોલનાં અકસ્માત મૃત્યુને પાંચ દિવસ વીત્યા હોવા છતાં નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ​ઇન્ડિયા (એનએચએઆઇ)એ રિફ્લેક્ટર અને ચેતવણી આપતું ‘ગો સ્લો’નું સાઇનબોર્ડ લગાવ્યું છે. જોકે અહીં કોઈ રમ્બલ સ્ટ્રિપ્સ મુકાઈ નથી કે રોડ આગળ ત્રણ લેનમાંથી બે લેનનો થઈને  ‘એલ’ આકારના ડેથ ટ્રૅપ તરફ દોરી જતો રોડ થાય છે એ દર્શાવતું કોઈ ઇન્ડિકેટર પણ મૂક્યું નથી.  

ગો સ્લો બોર્ડ પણ સાયરસ મિસ્ત્રીની મર્સિડીઝ કાર જ્યાં ક્રૅશ થઈ હતી એ બ્લૅક સ્પૉટ કરતાં માંડ ૧૫૦ મીટર જેટલા અંતરે મૂકવામાં આવ્યું છે. ઑલ ઇન્ડિયા વાહન ચાલક માલક મહાસંઘના પ્રવક્તા હરબન્સ સિંહ નાનાડેએ કહ્યું હતું કે એનએચએઆઇના અધિકારીઓએ રોડને સ્મૂથ બનાવવાને સ્થાને ‘ગો સ્લો’નું સાઇનબોર્ડ મૂક્યું છે, પરંતુ સ્પીડની મર્યાદા દર્શાવતું બોર્ડ નથી મૂક્યું. મતલબ કે ડ્રાઇવર ‘ગો સ્લો’નું સાઇનબોર્ડ નો​ટિસ કરે અને કાર ધીમી પાડે ત્યાં સુધીમાં તે ‘એલ’ આકારના ડેથ ટ્રૅપની નજીક પહોંચી ગયો હોય છે, જ્યાં બ્લૅક સ્પૉટ પર અકસ્માતની સંભાવના ઊંચી રહેતી હોય છે. 

mumbai mumbai news western express highway national highway ahmedabad diwakar sharma