જૈન મુનિ મુંબઈના આઝાદ મેદાનમાં ભૂખ હડતાલે: દાદર કબૂતરખાના મુદ્દે શરૂ વિરોધ

03 November, 2025 09:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીઓ પહેલા, જૈન સમુદાયે કબૂતરોને ખવડાવવા પર પ્રતિબંધ મૂક્યા બાદ પોતાનો રાજકીય પક્ષ, શાંતિદૂત જન કલ્યાણ પાર્ટી (SDJKP) બનાવવાની જાહેરાત કરી છે. સમુદાયને લાગ્યું કે તેમને આ મુદ્દા પર રાજકીય સમર્થન મળ્યું.

જૈન સાધુ નીલેશચંદ્ર વિજય

મુંબઈમાં જાહેર રસ્તા કે વિસ્તારમાં કબૂતરને ચણ નાખવા પર મુંબઈ મહાનગર પાલિકા (BMC) દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે દાદરના પ્રખ્યાત કબૂતર ખાનાને પણ બીએમસીએ બંધ કર્યું છે. કબૂતર મુદ્દે મુંબઈના જૈન સમુદાયનું બીએમસી સામે વિરોધી વલણ જોવા મળી રહ્યું છે, જેને પગલે હવે જૈન મુનિ સોમવારથી આઝાદ મેદાનમાં પ્રદર્શન શરૂ કર્યું છે. આ સાથે જૈન મુનિએ અગાઉ પણ કહ્યું હતું કે તેઓ કબૂતર મુદ્દે આગામી મહાનગર પાલિકાની ચૂંટણી લડશે. જૈન સાધુ નિલેશચંદ્ર વિજયે સોમવારે મુંબઈના આઝાદ મેદાનમાં દાદર કબૂતરખાનાને બંધ કરવાના મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. BMC મુખ્યાલય નજીક પત્રકારો સાથે વાત કરતા, સાધુએ જાહેરાત કરી કે તેઓ કબૂતરખાનાને પુનઃસ્થાપિત કરવાની માગણી સાથે અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર ઉતરશે. સમુદાયના સભ્યો પરંપરાગત રીતે કબૂતરોને ખવડાવવા માટે દાદર કબૂતરખાનાનો ઉપયોગ કરે છે. દરમિયાન, BMC પાસે ચાર વૈકલ્પિક સ્થળોએ કબૂતરોને ખવડાવવાની મર્યાદિત પરવાનગી છે: વરલી જળાશય, અંધેરી પશ્ચિમમાં લોખંડવાલા બૅક રોડ પર મેન્ગ્રોવ વિસ્તાર, ઐરોલી-મુલુંડ ચેકપોસ્ટ વિસ્તાર અને બોરીવલી પશ્ચિમમાં ગોર મેદાન.

સવારે 7 થી 9 વાગ્યા સુધી ચણ નાખવાની મંજૂરી છે.

મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા નક્કી કરાયેલા નિયમો અનુસાર, આ વૈકલ્પિક સ્થળોએ કબૂતરોને ચણ આપવાની મંજૂરી ફક્ત સવારે 7 થી 9 વાગ્યા સુધી જ છે. વધુમાં, આ સ્થળોની જાળવણી બિન-સરકારી સંસ્થાઓ (NGO) દ્વારા કરવામાં આવશે. BMC એ સ્પષ્ટતા કરી છે કે આ ફક્ત એક કામચલાઉ વ્યવસ્થા છે. મ્યુનિસિપલ કૉર્પોરેશને જણાવ્યું છે કે નિષ્ણાત સમિતિનો રિપોર્ટ અને કોર્ટના આદેશ ન મળે ત્યાં સુધી બંધ કબૂતરખાનાઓ ફરીથી ખોલવામાં આવશે નહીં.

જૈન મુનિએ બીએમસીના પ્રસ્તાવનો વિરોધ કર્યો

મુનિ નિલેશચંદ્ર વિજયે બીએમસીના વૈકલ્પિક પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો છે. તેમણે પ્રશ્ન કર્યો કે બીએમસી દ્વારા નિર્ધારિત વૈકલ્પિક સ્થળો 4, 5 અને 9 કિલોમીટર દૂર છે. શું કબૂતરો આટલું અંતર મુસાફરી કરી શકશે? તેમણે માંગ કરી કે વહીવટીતંત્રે હાલના કબૂતરખાનાથી બે કિલોમીટરની અંદર યોગ્ય સ્થળ પૂરું પાડવું જોઈએ. મુનિ નિલેશચંદ્ર વિજયે તેમના ઉપવાસની સરખામણી મરાઠા અનામત કાર્યકર્તા મનોજ જરાંગેના ઉપવાસ સાથે કરી. તેમણે કહ્યું, "જો મનોજ જરાંગે તેમના સમુદાયના હિત માટે આઝાદ મેદાનમાં વિરોધ કરી શકે છે, તો હું બધા પ્રાણીઓના કલ્યાણ માટે ઉપવાસ કેમ ન કરી શકું?" તેમણે ચેતવણી પણ આપી હતી કે જો તેમને આઝાદ મેદાન છોડવાનું કહેવામાં આવશે, તો તેઓ દાદર કબૂતરખાનામાં ઉપવાસ કરશે.

બીએમસી ચૂંટણી

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીઓ પહેલા, જૈન સમુદાયે કબૂતરોને ખવડાવવા પર પ્રતિબંધ મૂક્યા બાદ પોતાનો રાજકીય પક્ષ, શાંતિદૂત જન કલ્યાણ પાર્ટી (SDJKP) બનાવવાની જાહેરાત કરી છે. સમુદાયને લાગ્યું કે તેમને આ મુદ્દા પર રાજકીય સમર્થન મળી રહ્યું નથી, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

jain community bmc election dadar mumbai news mumbai