મુંબઈમાં આજે હીટવેવની આગાહી છતાં તાપમાનનો પારો યથાવત્ રહેશે

24 March, 2026 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં બે દિવસ સૂકી-ગરમ હવા સાથે તાપમાનનો પારો ઊંચો જવાની આગાહી હવામાન ખાતાએ કરી હતી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં બે દિવસ સૂકી-ગરમ હવા સાથે તાપમાનનો પારો ઊંચો જવાની આગાહી હવામાન ખાતાએ કરી હતી. જોકે મુંબઈની ગરમીમાં ઝાઝો ફરક પડ્યો નહોતો. રવિવાર જેટલું જ તાપમાન સોમવારે પણ જળવાયું હતું અને હીટવેવ જેવી કાળઝાળ ગરમી અનુભવાઈ નહોતી. જોકે મુંબઈમાં આ અઠવાડિયે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં પાંચ ડિગ્રી જેટલું ઊંચું રહેવાની વકી છે. હવામાન ખાતાની આગાહી મુજબ આજે પણ મુંબઈ, થાણે અને પાલઘરમાં હીટવેવ અનુભવાશે. તાપમાન ૩૬ ડિગ્રી આસપાસ રહેવાની આગાહી સાથે યલો અલર્ટ આપવામાં આવ્યું છે. સાતારા, સાંગલી, સોલાપુર, લાતુર અને ધારાશિવમાં ગાજવીજ, વીજળી સાથે વરસાદ પડવાની શક્યતા છે.

mumbai news mumbai mumbai weather Weather Update indian meteorological department