✕

મહામહીમને મહેમાન બની પધારવા નિમંત્રણ

22 October, 2026 08:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમર જવાન, અમર બલિદાન : મુખ્ય પ્રધાનની શહીદ પોલીસ-કર્મચારીઓને પુષ્પાંજલિ

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તથા સુનેત્રા પવાર ઉપરાંત પ્રધાનમંડળના સભ્યો, અધિકારીઓ દિલ્હીમાં રાષ્ટ્રપતિભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યાં હતાં

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તથા સુનેત્રા પવાર ઉપરાંત પ્રધાનમંડળના સભ્યો, અધિકારીઓ દિલ્હીમાં રાષ્ટ્રપતિભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યાં હતાં અને નાશિક-યંબકેશ્વરમાં શરૂ થનારા પવિત્ર સિંહસ્થ કુંભમેળાની શરૂઆતના પ્રતીકરૂપે થનારા ધ્વજારોહણ સમારંભમાં ૩૧ ઑક્ટોબરે હાજર રહેવા માટે તેમને નિમંત્રણ આપ્યું હતું.

અમર જવાન, અમર બલિદાન : મુખ્ય પ્રધાનની શહીદ પોલીસ-કર્મચારીઓને પુષ્પાંજલિ

પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ફોર્ટમાં આવેલા પોલીસ હેડક્વૉર્ટરમાં શહીદ સ્મારક ખાતે છેલ્લા એક વર્ષમાં ફરજ બજાવતી વખતે વીરગતિ પ્રાપ્ત કરનારા બહાદુર પોલીસ-કર્મચારીઓને પુષ્પાંજલિ આપી હતી અને તેમનાં શૌર્ય અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને તેમણે બિરદાવી હતી.

devendra fadnavis droupadi murmu eknath shinde kumbh mela nashik chhagan bhujbal sunetra pawar maharashtra government mumbai