23 December, 2025 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રેસ-કૉન્ફરન્સને સંબોધતા દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રમાં ભવ્ય વિજયના એક દિવસ પછી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસલક્ષી વિઝનને આ જીત માટે કારણભૂત ગણાવ્યું હતું. એક પ્રેસ-કૉન્ફરન્સને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ‘ભારતીય જનતા પાર્ટી (BJP)એ નાગપુર જિલ્લામાં વિપક્ષનો ગઢ તોડી નાખ્યો છે. BJP મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી છે. ૩૦૦૦થી વધુ કાઉન્સિલરો BJPના ચૂંટાયા છે. રાજ્યના લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસલક્ષી વિઝનમાં વિશ્વાસ દર્શાવ્યો છે. નાગપુર જિલ્લામાં BJPએ અનેક કાઉન્સિલોને કૉન્ગ્રેસમુક્ત બનાવી દીધી છે. રાજ્ય સરકાર હવે જિલ્લામાં મોટાં વિકાસલક્ષી પરિવર્તન લાવશે.’