28 November, 2025 07:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે છત્રપતિ સંભાજીનગરમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર લાડકી બહિણ યોજના તો ચાલુ જ રાખવાની છે એટલું જ નહીં, એ સાથે આવનારાં બે વર્ષમાં રાજ્યની એક કરોડ મહિલાઓને ‘લખપતિ દીદી’ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્યમાંથી અડધો ટાર્ગેટ ૫૦ લાખ આ વર્ષે અને બાકીનો ૫૦ લાખ આવતા વર્ષે પૂરો કરવાનું લક્ષ્ય છે.
મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ હેઠળ રાજ્યની વિધવા, ત્યક્તા, જરૂરતમંદ મહિલાઓને દર મહિને ૧૫૦૦ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. લખપતિ દીદી યોજના અંતર્ગત સેલ્ફ-હેલ્પ ગ્રુપની મહિલાઓને ટ્રેઇનિંગ અને લોન સહિતની સુવિધાઓ આપીને તેમને રોજગાર માટે પ્રોત્સાહન તથા પ્લૅટફૉર્મ પૂરું પાડવામાં આવે છે.