દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે પર સાધ્યું નિશાન, આપી આ ચેલેન્જ

23 September, 2022 02:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક દિવસ પહેલા ગોરેગાંવમાં સેનાની રેલીમાં ઠાકરેએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ફડણવીસને એક મહિનામાં ચૂંટણી કરાવવાની ચેલેન્જ આપી હતી

ફાઇલ તસવીર

નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) હજુ પણ લાંબી રાજકીય ઈનિંગ્સ ચાલુ રાખવાની ઘોષણા કરતાં જણાવ્યું હતું કે, “જો કોઈ મારી કારકિર્દીનો અંત લાવવા ઈચ્છે તો પણ તે થવાનું નથી. હું અહીં રહેવા આવ્યો છું.”

નાગપુરમાં એક મીડિયા સાથે વાતચીત કરતાં  ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગાહીનો સ્પષ્ટ પ્રતિભાવ હતો કે આગામી ચૂંટણી પણ ફડણવીસ માટે છેલ્લી ચૂંટણીઓ ચિહ્નિત કરશે, જે સૂચવે છે કે ભાજપ ચૂંટણી હારી જવાની તૈયારીમાં છે.

એક દિવસ પહેલા ગોરેગાંવમાં સેનાની રેલીમાં ઠાકરેએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ફડણવીસને એક મહિનામાં ચૂંટણી કરાવવાની ચેલેન્જ આપી હતી.

કોઈનું સીધું નામ લીધા વિના, ફડણવીસે કહ્યું કે, "મુદ્દે લાખ બુરા ચાહે તૌ ક્યા હોતા હૈ, વહી હોતા હૈ જો તકદીર મેં લિખા હોતા હૈ.” ભાજપના નેતાએ કહ્યું કે ભૂતકાળમાં પણ તેમના રાજકીય વિકાસને નિષ્ફળ બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

“2019ની વિધાનસભા ચૂંટણીમાં, તેમણે ચૂંટણી જીતવા માટે નરેન્દ્ર મોદીની તસવીરોનો ઉપયોગ કર્યો હતો, પરંતુ ચૂંટણી પછી તેમણે ભાજપ સાથે દગો કરીને કૉંગ્રેસ અને NCP સાથે ગઠબંધન કર્યું.” તેમના 2.5 વર્ષના શાસનમાં, તત્કાલિન સીએમ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડીએ મારી રાજકીય કારકિર્દીને બરબાદ કરવા માટે શક્ય બધું કર્યું, પરંતુ તેઓ નિષ્ફળ ગયા હતા.

અગાઉ, રાજ્ય ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ ફડણવીસની રાજકીય કારકિર્દીના અંતની આગાહી કરવા બદલ ઠાકરે સામે આકરા પ્રહારો કર્યા હતા.

તેમણે કહ્યું હતું કે, “ઠાકરેએ હંમેશા પોતાની જાતને તેમના પરિવાર અને પોતાના સુધી સીમિત રાખ્યો છે, જે વ્યક્તિએ ક્યારેય પોતાના પક્ષના કાર્યકરો અને નેતાઓની ચિંતા કરી નથી તેમણે ભાજપ અને ફડણવીસની ચિંતા કરવાનું બંધ કરવું જોઈએ... ઠાકરેએ પોતાના સંગઠન તરફ ધ્યાન આપવું જોઈએ.”

તેમણે ઉમેર્યું હતું કે “અત્યાર સુધીમાં 40 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે, જેઓ બાકી છે તેઓ પણ તેને જલ્દી છોડી દેશે.”

mumbai mumbai news shiv sena bharatiya janata party uddhav thackeray devendra fadnavis