03 October, 2026 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મીનળબહેનનું અભિવાદન ફાલ્ગુની શાહે કરેલું
આમ્બિ વૅલી સિટી ખાતે પૂ. શ્રી ધીરગુરુદેવની ગીતગુંજન પ્રવચન-શ્રેણીમાં મુક્તિ મહિલા મંડળ, દાદરની ૧૪૦ જેટલી બહેનો તથા અન્ય હાજર ભાવિકોને સત્સંગમાં ગુરુદેવે જણાવેલું કે જ્યાં પણ જમવા બેસો ત્યાં એઠું મૂકવું નહીં અને સત્સંગમાં મૌન રાખવાની શીખ આપતાં ઘણાએ પ્રતિજ્ઞા ગ્રહણ કરેલી.
ચેન્નઈ-ઇન્દોર સંઘનાં મીનળ શાહ, હિતેન કામદાર વગેરે, જયશ્રી સંઘવી વગેરેએ ચાતુર્માસની વિનંતી કરેલી.
સાયલા રાજ સોભાગ આશ્રમનાં મીનળ શાહે સ્વાધ્યાયમાં સદ્ગુરુ શરણની મહત્તા દર્શાવી હતી. ઇન્દ્રપુરી જૈન સંઘ, વડોદરાના પ્રમુખ ડૉ. નીરજ પરીખે ચાતુર્માસની વિનંતી રજૂ કરેલી. મૂળજીનગર સંઘ, બોરીવલીએ નૂતન ઉપાશ્રયની યોજના પ્રસ્તુત કરેલી. વિપુલ વીરાણી, વિપિન તુરખિયા વગેરેએ પોતાના ભાવો રજૂ કરેલા.
પૂ. સુનંદાજી મહાસતીજીના અઠ્ઠાઈના પારણા પ્રસંગે ખંડાલા મહિલા મંડળે સાંજીનાં ગીતો રજૂ કરેલાં. જૈનાગમનું સંપાદન કાર્ય પુરજોશમાં ચાલુ છે. મીનળબહેનનું અભિવાદન ફાલ્ગુની શાહે કરેલું.