પરમબીર-વઝેની મુલાકાત પર તપાસના આદેશ, પોલીસ કમિશનર આ અંગે અજાણ, જાણો વિગત

30 November, 2021 05:25 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

પરમબીર-વઝેની મુલાકાત પર તપાસના આદેશ, પોલીસ કમિશનર આ અંગે અજાણ, જાણો વિગત

સચિન વઝે અને પરમબીર સિંહ

મુંબઈના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહ અને સચિન વઝેની મુલાકાત પર આશ્ચર્ય પમાડે તેવી જાણકારી સામે આવી છે. હકિકતે બંનેની કથિત મુલાકાત બાદ ગૃહગમંત્રી દિલીપ વાલસેએ કહ્યું કે કોઈ પણ મામલે બે આરોપીઓનું મળવુ અયોગ્ય છે. એમાં પણ જ્યારે એક આરોપી ન્યાયિક કસ્ટડીમાં છે ત્યારે તે ખોટું છે. તેમણે કહ્યું કે બંનેની કથિત મુલાકાતની તપાસના આદેશ મુંબઈ પોલીસ કમિશનરને આપવામાં અવ્યાં છે. તો બીજી બાજુ મુંબઈ પોલીસ કમિશ્નર બિપિન કુમાર સિંહે આવી કોઈ પણ મુલાકાતની માહિતીને નકારી છે. બિપિન કુમાર સિંહે કહ્યું કે સચિન વઝે અને પરમબીર સિંહ વચ્ચે થેયલી કથિત મુલાકાત વિશે તેમને કોઈ જાણકારી નથી. 

મંગળવારે રાજ્યના ગૃહપ્રધાન દિલીપ વાલસેએ મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું કે પરમબીર સિંહ વિરુદ્ધ અનુશાસનહીનતા અને અનિયમિતતાઓને પગલે કાનુની કાર્યવાહી કરવાની તૈયારી થઈ રહી છે. આ સાથે જ તેમના સસ્પેન્શનની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ પર કેટલાય આક્ષેપ કર્યા છે, જેમાં 100 કરોડ વસુલીનો પણ સમાવેશ થાય છે. જો કે ત્યાર બાદથી પરમબીર સિંહ ગાયબ હતા, તાજેતરમાં જ તે કોર્ટ સમક્ષ હાજર થયા હતાં. 

ગૃહપ્રધાન દિલીપ વાલસેએ કહ્યું કે પરમબીર સિંહ અને સચિન વઝે વચ્ચે થયેલી મુલાકાતની તપાસ કરવામાં આવશે. આના માટે મુંબઈ પોલીસ કમિશનરને નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે જે વ્યકિત ન્યાયિક કસ્ટડીમાં છે તેને એ જ મામલાના બીજા આરોપી સાથે કેવી રીતે મુલાકાત કરાવી શકાય? તેમણે ઉમેર્યુ કે પરમબીર સિંહે સરકારી ગાડીનો ઉપયોગ ના કરવો જોઈએ. કારણ કે દુનિયા સામે આવ્યાં બાદ પરમબીર સિંહને કોઈ પણ વિભાગ આપવામાં આવ્યો નથી. તેથી તેમણે સરકારી ગાડીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. 

 

 

mumbai news mumbai mumbai police