22 October, 2025 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મલખમના દિલધડક સ્ટન્ટ રજૂ કરતા યંગસ્ટરો
શિવાજી પાર્કમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા આયોજિત દીપોત્સવની ઉજવણી દરમ્યાન સોમવારે શ્રી સમર્થ વ્યાયામ મંદિરના વિદ્યાર્થીઓએ મલખમનું પ્રદર્શન કર્યું હતું. આકાશમાં ભવ્ય આતશબાજી ચાલી રહી હોય એ જ સમયે મલખમના દિલધડક સ્ટન્ટ રજૂ કરતા યંગસ્ટરોના આ દૃશ્યથી મનમોહક નજારો સર્જાયો હતો.