19 January, 2026 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચંદ્રશેખર બાવનકુળે
BMCની ચૂંટણીમાં BJPને ૮૯ અને શિવસેનાને ૨૯ બેઠક મળી છે ત્યારે એકનાથ શિંદેએ તેમના નગરસેવકોને હોટેલમાં રાખ્યા છે અને એમાં પણ શિવસેના (UBT) એકનાથ શિંદેની સેનાના નગરસેવકોનો સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે એવું ચર્ચાઈ રહ્યું છે. એમાં એકનાથ શિંદે BJP પાસે અઢી વર્ષ માટે મેયરપદ માગે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે ત્યારે BJPના સિનિયર નેતા ચંદ્રશેખર બાવનકુળેએ તેમની ભૂમિકા સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે ‘અમારે ત્યાં પાર્લમેન્ટરી બોર્ડ છે ત્યાં જેકાંઈ માગણી હશે એ આવશે. મારી પાસે તો હજી કોઈ માગણી આવી નથી.’
ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે ‘અમારા પાર્લમેન્ટરી બોર્ડમાં એકનાથ શિંદે છે. અમારી સમન્વય સમિતિમાં દેવેન્દ્રજી, અજિતદાદા અને એકનાથ શિંદે સાથે મળીને નિર્ણય લેશે. જો માગણી હશે તો એકનાથ શિંદે દેવેન્દ્રજી સાથે બેસીને ચર્ચા કરશે. આ બાબતે જેકાંઈ ચર્ચા કરવાની હોય એ કાંઈ મીડિયામાં ન થાય. એ તો તેઓ જ કરશે.’