12 September, 2026 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રમેશ મ્હાત્રે
કલ્યાણ મૅજિસ્ટ્રેટ કોર્ટે ડોમ્બિવલીની હૉસ્પિટલમાં ડૉક્ટરો અને સ્ટાફ પર હુમલો કરવાના કેસમાં શિવસેનાના કૉર્પોરેટર રમેશ મ્હાત્રે અને અન્ય ૪ આરોપીઓ સામે શુક્રવારે આરોપો ઘડી કાઢ્યા છે. કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનના કૉર્પોરેટર રમેશ મ્હાત્રે ઉપરાંત રમેશ પવાર, પ્રમોદ નિકમ, અક્ષય કારંડે અને સાધના કારંડે સામે હૉસ્પિટલ હિંસા કેસમાં કાનૂની શિકંજો કસાયો છે. કોર્ટે આ કેસની આગામી સુનાવણી ૧૫ સપ્ટેમ્બરે નક્કી કરી છે.