ડોમ્બિવલી રેલવે-સ્ટેશન પર કાર્યવાહીનો ડંકો

10 August, 2026 07:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યોગ્ય ટિકિટ લીધા વગર પ્રવાસ કરનારા, ફર્સ્ટ ક્લાસ કોચમાં ટિકિટ વગર પ્રવાસ કરનારાઓ પર પણ કાર્યવાહી કરીને દંડ વસૂલવામાં આવ્યો હતો. 

પ્રતીકાત્મક તસવીર

ડોમ્બિવલી રેલવે-સ્ટેશન પર ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (TTE), રેલવે પોલીસ સ્ટાફ (RPF) અને કમર્શિયલ ઑફિસર દ્વારા ટિકિટ વગર પ્રવાસ કરનારા પ્રવાસીઓ સહિત ગેરકાયદે ફેરિયાઓ, દિવ્યાંગજનના ડબ્બામાં પ્રવાસ કરનારા એમ બધા પર કાર્યવાહી કરીને એક જ દિવસમાં ૧,૮૨,૩૧૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. બુક ન કરાયેલા લગેજ, ઍૅર કન્ડિશન્ડ (AC) કોચમાં યોગ્ય ટિકિટ લીધા વગર પ્રવાસ કરનારા, ફર્સ્ટ ક્લાસ કોચમાં ટિકિટ વગર પ્રવાસ કરનારાઓ પર પણ કાર્યવાહી કરીને દંડ વસૂલવામાં આવ્યો હતો. 

તહેનાત TTEs     ૧૫
RPF સ્ટાફ     ૬
કમર્શિયલ ઑફિસર    ૧
ટિકિટ વિના મુસાફરી કરતા કુલ મુસાફરો    ૩૬૨
તેમની પાસેથી વસૂલવામાં આવેલ કુલ દંડ     ૧,૮૨,૩૧૦ રૂપિયા
1) AC કોચમાં ટિકિટ વિના – ૪ મુસાફરો    દંડ : ૨૪૧૦ રૂપિયા.
2) ફર્સ્ટ ક્લાસમાં ટિકિટ વિના – ૫૧ મુસાફરો    દંડ : ૨૮,૭૯૫ રૂપિયા.
3) સેકન્ડ ક્લાસમાં ટિકિટ વિના ૨૩૪ મુસાફરો    દંડ : ૧,૧૯,૪૨૫ રૂપિયા.
4) બુકિંગ વગરનો સામાન ૬૧ મુસાફરો     દંડ : ૭૬૮૦ રૂપિયા.
5) ગેરકાયદેસર ફેરિયો - ૧ મુસાફરો    દંડ – ૨૦૦૦ રૂપિયા.
6) દિવ્યાંગજન કોચમાં મુસાફરી ૧૧ મુસાફરો    દંડ – ૨૨,૦૦૦ રૂપિયા. 

mumbai news mumbai dombivli mumbai local train