12 May, 2026 09:10 AM IST | Mumbai | Samiullah Khan
પ્રતીકાત્મક તસવીર
સિન્થેટિક ડ્રગ્સ પરનાં સૌથી મોટાં પગલાંઓમાંના એકમાં મીરા-ભાઈંદર ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ મૅન્યુફૅક્ચરિંગ અને સપ્લાય સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં કુલ ૧૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ મલાડના માલવણી વિસ્તારમાં બે સ્થળોએ અને મનોરી-ગોરાઈમાં એક-એક સ્થળે દરોડા પાડ્યા હતા. એમાં કેમિકલ, મશીનરી અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યાં હતાં, જેની અંદાજિત કિંમત ૧૩.૬૫ કરોડ રૂપિયા હતી.
પોલીસના જણાવ્યા મુજબ જો જપ્ત કરાયેલાં રસાયણો પર પ્રક્રિયા કરવામાં આવી હોત તો લગભગ ૫૦ કિલો ડ્રગ્સનું ઉત્પાદન થઈ શક્યું હોત, જેની કિંમત લગભગ ૧૦૦ કરોડ રૂપિયા હોત.
આ પહેલા ૪ એપ્રિલથી ૭ મે દરમ્યાન પોલીસે લગભગ ૬.૭૭૩ કિલો ડ્રગ્સ જપ્ત કરીને ૧૦ વ્યક્તિની ધરપકડ કરી હતી.