કલ્યાણના ઢાબામાં દારૂ પીધા પછી મહિલાએ ત્યાં જ જાહેરમાં લઘુશંકા કરી

27 June, 2026 12:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાજુના ટેબલ પર લોકો ફૅમિલી સાથે જમતા હોવા છતાં મહિલાનું શરમજનક કૃત્ય જોઈને ભડક્યા

જાહેરમાં સુસુ કરતાં ઝડપાયેલી મહિલા

કલ્યાણના એક ઢાબામાં દારૂ પીધા પછી એક મહિલાએ તેના જમવાના ટેબલની પાસે જ જાહેરમાં પેશાબ કર્યો હતો. એવું નહોતું કે એ ઢાબામાં વૉશરૂમની ફૅસિલિટી નહોતી. એમ છતાં તે મહિલાએ બાજુમાં જ અન્ય ટેબલ પર બેસીને લોકો જમી રહ્યા હોવા છતાં જાહેરમાં પેશાબ કર્યો હતો. એ પછી ઢાબાના સ્ટાફે અને અન્ય લોકોએ એ બાબતે વાંધો ઉઠાવતાં તે મહિલા તેમની સાથે થોડીઘણી દલીલ કરીને ત્યાંથી નીકળી ગઈ હતી. ત્યાર બાદ હોટેલનો સ્ટાફ હોટેલના મૅનેજરને બોલાવી લાવે છે અને તે ગંદકી જોઈને સ્ટાફને એ સાફ કરવા જણાવે છે.

સોશ્યલ મીડિયા પર મુકાયેલો એ વિડિયો જોઈને અનેક જણે તે મહિલાના કૃત્યને વખોડ્યું હતું. એટલું જ નહીં, કેટલાકે એવો વિડિયો પોસ્ટ કરવા બદલ કહ્યું હતું કે આવો વિડિયો શા માટે પોસ્ટ જોઈએ.

kalyan viral videos social media mumbai mumbai news