ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના મુદ્દે દુબઈનું ગ્રુપ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું

06 November, 2025 07:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૮ના મૂળ ટેન્ડરમાં સેકલિન્ક ટેક્નૉલૉજીઝ કૉર્પોરેશન નામનો કંપનીસમૂહ ટોચના બિડર તરીકે ઊભરી આવ્યો હતો

ધારાવી

ધારાવીના રીડેવલપમેન્ટનું કાર્ય અદાણી ગ્રુપે શરૂ કરી દીધું છે ત્યારે દુબઈસ્થિત સેકલિન્ક ટેક્નૉલૉજીઝ કૉર્પોરેશન નામનો કંપનીઓનો એક સમૂહ આ પ્રોજેક્ટના મુદ્દે ભારતની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

વિવિધ કંપનીઓના બનેલા આ સમૂહનો દાવો છે કે ૨૦૧૮ના મૂળ ટેન્ડરમાં ટોચની બોલી લગાવનાર તરીકે ઊભરી આવ્યા પછી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા, જેનું મૂલ્ય લાંબા ગાળાની વ્યાપારી સંભાવનામાં ૧૨૫ અબજ દિરહામથી વધુ હતું. સેકલિન્કનું કહેવું છે કે બિડ રદ કરવામાં આવે અને એને બાકાત રાખવામાં આવતી નવી શરતો હેઠળ ફરીથી ટેન્ડર કરવામાં આવે એ પહેલાં એણે ચાર બિલ્યન ડૉલરના ધિરાણ માટે તૈયારી કરી હતી.

સુપ્રીમ કોર્ટ હવે આ કેસની સમીક્ષા કરે છે અને બધી મૂળ ટેન્ડર ફાઇલો રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી ૧૩ નવેમ્બરે થવાની છે.

mumbai news mumbai dharavi supreme court delhi maharashtra government