24 March, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BMC બિલ્ડિંગ
ગઈ કાલે વિશ્વભરમાં રાતે સાડાઆઠથી સાડાનવ વાગ્યા દરમ્યાન અર્થ અવર પાળવામાં આવ્યો હતો. વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફન્ડ સંસ્થા દ્વારા આ વૈશ્વિક અભિયાન દર વર્ષે બાવીસમી માર્ચે હાથ ધરવામાં આવે છે. દર વર્ષે વીજળીની બચત કરવાના આશયથી અને વીજળીનો સમજીવિચારીને ઉપયોગ કરવા બાબતે જાગૃતિ આવે એ માટે આ અભિયાન થાય છે. ખાસ કરીને જ્યાં સજાવટ માટે લાઇટનો ઉપયોગ થાય છે એ જગ્યાઓએ વીજળી બંધ કરવામાં આવે છે.
છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન
ગઈ કાલે દિલ્હીના ઇન્ડિયા ગેટ અને કુતુબમિનારથી લઈને મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન અને BMC બિલ્ડિંગ જેવાં ઐતિહાસિક સ્થળોએ એક કલાક માટે અંધારપટ છવાઈ ગયો હતો. એક કલાક વીજળી બંધ રાખતાં ગઈ કાલે દિલ્હીમાં ૨૬૯ મેગાવૉટ વીજળીની બચત થઈ હતી.
તસવીરો : અનુરાગ અહિરે