Eknath Khadse Death Threat: `દાઉદ છોટા શકીલ ગેંગ તમને મારી નાંખશે....` મહારાષ્ટ્રના આ નેતાને મળી ધમકી

17 April, 2024 10:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Eknath Khadse Death Threat: એવી માહિતી છે કે વિદેશમાંથી આ તમામ કૉલ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જે કૉલ આવ્યો હતો તે અમેરિકાથી આવ્યો હોવાનું કહેવાય છે

એકનાથ ખડસેની ફાઇલ તસવીર

વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય એકનાથ ખડસેને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેઓને જાનથી માંઋ નાખવાની ધમકી (Eknath Khadse Death Threat) આપવામાં આવી છે. એકનાથ ખડસેને ચાર અલગ-અલગ મોબાઈલ નંબર પરથી ધમકીભર્યા કૉલ કરવામાં આવ્યા હતા. 

એકનાથ ખડસેએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ 

વરિષ્ઠ નેતા એકનાથ ખડસેને આ રીતે કૉલ (Eknath Khadse Death Threat) આવતાં જ તેઓએ મુક્તાઈનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. અત્યારે સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ક્યાંથી આવ્યા હતા આ કૉલ? અને કોણે કર્યા હતા?

પ્રાપ્ત અહેવાલો અનુસાર નેતા એકનાથ ખડસેને અત્યાર સુધીમાં ચારથી પાંચ ધમકીભર્યા ફોન આવી ચૂક્યા છે. એકનાથ ખડસેને આ બધા જ કૉલ અલગ-અલગ નંબર પરથી આવ્યા હતા. જેમાં તેઓને મારી નાખવાની ધમકી સુદ્ધાં આપવામાં આવી હતી. એવી માહિતી છે કે વિદેશમાંથી આ તમામ કૉલ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જે કૉલ આવ્યો હતો તે અમેરિકાથી આવ્યો હોવાનું કહેવાય છે. અમેરિકામાંથી આ રીતે ધમકીભર્યો કૉલ આવ્યા બાદ એકનાથ ખડસેએ જલગાંવના મુક્તાઈનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

જોકે, આ રીતે ધમકીનાં કૉલ (Eknath Khadse Death Threat) શા માટે કરવામાં આવ્યા છે તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પણ એકનાથ ખડસેએ કહ્યું કે છેલ્લા બે દિવસથી તેમને છોટા શકીલના નામનો ઉલ્લેખ કરીને અજાણ્યા ફોનથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ સાથે જ ખડસેએ અનુમાન લગાવ્યું હતું કે આ કોલ વિદેશમાંથી આવ્યો હોઇ શકે છે, અને પોલીસ હવે તેની તપાસ કરી રહી છે.

શું કહેવામાં આવ્યું હતું આ કૉલમાં?

પ્રાપ્ત અહેવાલો અનુસાર એક કૉલમાં એમ કહેવાયું હતું કે અમે તમને જણાવી રહ્યા છીએ કે દાઉદ છોટા શકીલ ગેંગ તમને મારવા જઈ રહી છે. તો બીજી વાર આવેલ કૉલમાં જણાવાયું હતું કે કે અમે તમને જણાવ્યું  છતાં તમે કોઈ પગલું ભર્યું નથી.

શું ફરી પાછા ભાજપમાં જોડાવાનાં છે એકનાથ ખડસે?

ભાજપના ભૂતપૂર્વ નેતા અને હાલમાં રાષ્ટ્રવાદી શરદચંદ્ર પવારની પાર્ટીમાં જોડાયેલા નેતા એકનાથ ખડસે ફરીથી સ્વગૃહે ફરે તેવા એંધાણ છે ત્યારે થોડા દિવસો પહેલા એકનાથ ખડસેએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે, "મારી કટોકટી દરમિયાન મને ટેકો આપવા માટે હું શરદ પવારનો ઋણી છું, પરંતુ હવે મેં ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે," ત્યારે એકનાથ ખડસે સ્વગૃહે પરત ફરશે તેવી ચર્ચા રાજકીય વર્તુળમાં ચાલી રહી છે. આ વચ્ચે હવે આ રીતે ધમકીભર્યો કૉલ (Eknath Khadse Death Threat) મળતા જ વાતાવરણ તંગ બન્યું છે.

mumbai news mumbai jalgaon eknath khadse bharatiya janata party nationalist congress party