કૉર્પોરેશનની સમિતિઓના ચૅરમૅનપદ માટે ઉમેદવારી નોંધાઈ, આવતી કાલે ચૂંટણી

19 February, 2026 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની વિવિધ સમિતિના ચૅરમૅનપદ માટે મહાયુતિના કૉર્પોરેટરોએ ઉમેદવારી નોંધાવી હતી.

BMCની વિવિધ સમિતિના ચૅરમૅનપદ માટે મહાયુતિના કૉર્પોરેટરોએ ઉમેદવારી-ફૉર્મ ભર્યાં.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની વિવિધ સમિતિના ચૅરમૅનપદ માટે મહાયુતિના કૉર્પોરેટરોએ ઉમેદવારી નોંધાવી હતી. સ્ટૅન્ડિંગ અને શિક્ષણ કમિટી BJP પાસે રહી હતી તો ઇમ્પ્રૂવમેન્ટ અને BEST કમિટી શિવસેનાના ફાળે ગઈ હતી.

સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅનપદ માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રભાકર શિંદે, શિક્ષણ સમિતિના ચૅરમેનપદ માટે BJPનાં રાજેશ્રી શિરવડકર અને ઇમ્પ્રૂવમેન્ટ કમિટીના ચૅરમૅનપદ માટે શિવસેનાનાં સંધ્યા દોશીએ ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) કમિટીના ચૅરમૅનપદ માટે  શિવસેનાનાં તૃષ્ણા વિશ્વાસરાવે ઉમેદવારી નોંધાવી હતી.

૧૬ ફેબ્રુઆરીએ સ્ટૅન્ડિંગ અને ઇન્પ્રૂવમેન્ટ કમિટીમાં ૨૬-૨૬ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. બાવીસ મ્યુનિસિપલ સભ્યો અને ૪ બિનમ્યુનિસિપલ સભ્યો શિક્ષણ સમિતિમાં અને ૧૬ સભ્યો BEST કમિટીમાં પસંદ કરવામાં આવ્યા હતા.

૨૦ ફેબ્રુઆરીએ શિક્ષણ સમિતિના અધ્યક્ષપદ માટે સવારે ૧૧ વાગ્યે અને સ્ટૅન્ડિંગ કમિટીના અધ્યક્ષપદ માટે બપોરે બે વાગ્યે ચૂંટણી યોજાશે. ૨૩ ફેબ્રુઆરીએ ઇમ્પ્રૂવમેન્ટ કમિટીના અધ્યક્ષપદ માટે સવારે ૧૧ વાગ્યે અને BEST સમિતિના અધ્યક્ષપદ માટે બપોરે બે વાગ્યે ચૂંટણી યોજાશે.

mumbai news mumbai brihanmumbai municipal corporation brihanmumbai electricity supply and transport bmc election bhartiya janta party bjp bharatiya janata party