રાજ્યની ૨૦ નગરપાલિકાના કેટલાક પ્રભાગોની ચૂંટણી આગળ ધકેલાઈ

01 December, 2025 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોર્ટમાં પેન્ડિંગ અપીલો અને ટેક્નિકલ ખામી જેવાં કારણોને લીધે અનેક સ્થાને ૨૦ અને ૨૯ ડિસેમ્બરે મતદાન થશે

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં ૨૪૬ નગર પરિષદો અને ૪૨ નગર પંચાયતોની ચૂંટણી આવતી કાલે બીજી ડિસેમ્બરે થવાની છે અને ત્રીજી ડિસેમ્બરે એનાં પરિણામો જાહેર થવાનાં છે. જોકે ૨૦ જિલ્લાઓમાં કેટલીક નગર પરિષદોના અમુક પ્રભાગોની ચૂંટણીઓ કોર્ટમાં અપીલ થવાને કારણે આગળ ધકેલાઈ છે. એમાં પુણે, સોલાપુર, ચંદ્રપુર, યવતમાળ, અહલ્યાનગર, ધારાશિવ, નાંદેડ વગેરે જિલ્લાઓનો સમાવેશ થાય છે. કેટલીક જગ્યાએ ટેક્નિકલ કારણોને લીધે ચૂંટણી પાછી ઠેલાઈ છે.  

પુણે જિલ્લાના માવળ તાલુકાની ૧૨ જગ્યાની ચૂંટણી રોકી દેવામાં આવી છે, જેમાં તળેગાવની ૬ અને લોનાવલાની ૬ બેઠકોનો સમાવેશ થાય છે. ત્યાં હવે ૨૯ ડિસેમ્બરે ચૂંટણી યોજવામાં આવશે. એ જ રીતે સોલાપુર જિલ્લામાં મંગળવેઢા નગર પરિષદ અને નગરસેવકપદ માટે ૨૦ ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. અહિલ્યાનગર જિલ્લામાં કોપરગાવ, દેવલાલી, નવેસા અને પાથર્ડીની ચૂંટણીઓ આગળ ધકેલાઈ છે. બારામતીમાં નગરાધ્યક્ષની ચૂંટણી સહિત ૭ જગ્યાએ અને અમરાવતીના અંજનગાવ સુરજી નગર પરિષદની ચૂંટણી ૨૦ ડિસેમ્બરે યોજાશે.

mumbai news mumbai brihanmumbai municipal corporation political news