દહિસરમાં પાળેલાં પ્રાણીઓ માટે ઇલેક્ટ્રિક સ્મશાનગૃહ

16 January, 2022 12:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ શહેરમાં આ પ્રકારનું આ પ્રથમ સ્મશાનગૃહ છે

પ્રતીકાત્મક તસવીર

મૃત્યુ પામેલાં પાળેલાં પ્રાણીઓના મૃતદેહના અંતિમ સંસ્કાર માટે બીએમસીએ દહિસર સ્મશાનમાં ઇલેક્ટ્રિક સ્મશાનગૃહ શરૂ કર્યું હોવાનું જણાવતાં મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે ગઈ કાલે કહ્યું હતું કે મુંબઈ શહેરમાં આ પ્રકારનું આ પ્રથમ સ્મશાનગૃહ છે. દહિસર સ્મશાનના ૨૫૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં આ સુવિધા વિકસાવવામાં આવી છે, જે માટે બીએમસીએ સર્ક્યુલર પણ ઇશ્યુ કર્યો છે. શહેરમાં પાળેલાં પ્રાણીઓ માટે સામાન્ય સ્મશાન નથી એમ જણાવતાં મેયર કિશોરી પેડણેકરે કહ્યું હતું કે હાલમાં જે પણ સુવિધાઓ છે એ સુવિધા ખાનગી છે અને એમાં વેઇટિંગ પિરિયડ ઘણો લાંબો હોવાથી બીએમસીએ ઇલેક્ટ્રિક સ્મશાનગૃહ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.

mumbai mumbai news dahisar