ફાયર-બ્રિગેડનાં ૧૮ સ્ટેશનો પર સોલર પૅનલ બેસાડીને એનર્જીનું ઉત્પાદન થશે

28 February, 2026 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BMCએ જે ફાયર-સ્ટેશનો પર ફાયર-બ્રિગેડને છત પર લોઅર જનરેશન સિસ્ટમ લગાવવા વિનંતી કરી છે

બીએમસી હેડક્વૉર્ટર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના પર્યાવરણ અને એન્વાયર્નમેન્ટ ઍન્ડ ક્લાઇમેટ ચેન્જ (E&CC) વિભાગે મુંબઈ ફાયર-બ્રિગેડને સમગ્ર મુંબઈમાં ૧૮ ફાયર-સ્ટેશન બિલ્ડિંગો પર સોલર પૅનલ બેસાડવા માટે પત્ર લખ્યો છે. આ પ્રોજેક્ટ ૧૩.૫૦ કરોડ રૂપિયાનો છે અને એક વાર સોલર પૅનલ બેસાડાઈ ગયા પછી એ ૭૯૦ KW જેટલી વીજળી ઉત્પન્ન કરશે અને ફાયર-બ્રિગેડના વીજળીનાં બિલના ૧૦ ટકા રૂપિયા બચાવશે એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ પ્રોજેક્ટ BMCના મુંબઈ ક્લાઇમેટ ઍક્શન પ્લાન (MCAP) હેઠળ છે જેનો ઉદ્દેશ ૨૦૫૦ સુધીમાં નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જન કરવાનો છે.

BMCએ જે ફાયર-સ્ટેશનો પર ફાયર-બ્રિગેડને છત પર લોઅર જનરેશન સિસ્ટમ લગાવવા વિનંતી કરી છે એમાં કોલાબા, ફોર્ટ, નરીમાન પાઇન્ટ, વરલી, દાદર, બાંદરા, મુલુંડ, BKC, બોરીવલી, કુર્લા, ગોરેગામ, દિંડોશી, દહિસર, ગોવાલિયા ટૅન્ક, મેમણવાડા, માનખુર્દ, કાંદરપાડા અને ગવાણપાડાનો સમાવેશ છે. BMCએ ફાયર-બ્રિગેડને લખેલા પત્રમાં કૉર્પોરેશને ફાયર-સ્ટેશનો અને તેમની ખુલ્લી ટેરેસના વિસ્તારોની યાદી આપી છે જ્યાં પૅનલ્સ ઇન્સ્ટૉલ કરી શકાય છે. ફાયર-બ્રિગેડના ચીફ ફાયર ઑફિસર, રવીન્દ્ર અંબુલગેકરે જણાવ્યું હતું કે BMCની ઘણી ઇમારતો છે જ્યાં સોલર પૅનલ્સ ઇન્સ્ટૉલ કરવામાં આવી છે. જોકે ફાયર-બ્રિગેડે હજી સુધી ઇન્સ્ટૉલેશન શરૂ કર્યું નથી.

mumbai news mumbai brihanmumbai municipal corporation mumbai fire brigade mumbai suburbs environment