મુંબઈમાં રહેતા ૧૭ પાકિસ્તાની નાગરિકોને એક્ઝિટ પરમિટ અપાઈ

29 April, 2025 09:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૮૫૦ ભારતીયો પાકિસ્તાનથી પરત આવ્યા હોવાનું પણ અટારી બૉર્ડરના પ્રોટોકૉલ ઑફિસર અરુણ પાલે જણાવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારે ભારતમાં હાજર તમામ પાકિસ્તાની નાગરિકોને પરત જવા માટે આદેશ આપ્યો હતો, જેના પગલે મુંબઈ પોલીસે શહેરમાં રહેતા ૧૭ પાકિસ્તાનીઓને શોધીને તેમને એક્ઝિટ પરમિટ આપી છે. ખાસ કરીને એવા પાકિસ્તાની નાગરિકો જે ટૂંકા ગાળાના અને ટૂરિસ્ટ વીઝા લઈને ભારતમાં આવ્યા હોય તેમને પાકિસ્તાન પરત મોકલવામાં આવી રહ્યા છે.

કેન્દ્ર સરકારે ટૂંકા ગાળાના વીઝા ધરાવતા પાકિસ્તાનીઓને પરત ફરવા માટે રવિવાર સુધીની ડેડલાઇન આપી હતી. આ સમયમર્યાદામાં અટારી બૉર્ડરથી કુલ ૫૩૭ પાકિસ્તાનીઓને પરત મોકલવામાં આવ્યા છે તેમ જ ૮૫૦ ભારતીયો પાકિસ્તાનથી પરત આવ્યા હોવાનું પણ અટારી બૉર્ડરના પ્રોટોકૉલ ઑફિસર અરુણ પાલે જણાવ્યું હતું.

mumbai news mumbai Pahalgam Terror Attack mumbai police Crime News