સિનિયર સિટિઝનને પ્રૉપર્ટી-ટૅક્સમાં ૩૦ ટકા છૂટ આપવાના ફેક-મેસેજને સાચો ન માનતા

19 November, 2025 07:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવા ફેક-મેસેજ પર ધ્યાન ન આપવાની BMCએ નાગરિકોને અપીલ કરી છે

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા મેસેજમાં મહારાષ્ટ્ર સરકારની હાઉસિંગ પૉલિસી-૨૦૨૫  હેઠળ વરિષ્ઠ નાગરિકોને તેમની રેસિડેન્શ્યલ પ્રૉપર્ટી-ટૅક્સમાં ૩૦ ટકા છૂટ આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. વાઇરલ મેસેજને સાચો માનીને મોટી સંખ્યામાં સિનિયર સિટિઝનોએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નાં કાર્યાલયોમાં પૂછપરછ માટે દોટ મૂકી હતી. એથી BMCએ સ્પષ્ટતા આપી હતી કે કાયદા મુજબ ૩૦ ટકા જેટલી છૂટ આપવાની કોઈ જોગવાઈ નથી. એથી આવા ફેક-મેસેજ પર ધ્યાન ન આપવાની BMCએ નાગરિકોને અપીલ કરી છે.

mumbai news mumbai brihanmumbai municipal corporation social media property tax cyber crime