સોશ્યલ મીડિયામાં BSEના MD અને CEOના પણ બનાવટી વિડિયો ફરતા થયા

19 April, 2024 07:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BSEએ આ સંદર્ભમાં કહ્યું છે કે BSEના MD અને CEO ફેસબુક અથવા અન્ય સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ મારફત આવી કોઈ ભલામણ કરતું નથી

સુંદરરમણ રામમૂર્તિ

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ના મૅનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) સુંદરરમણ રામમૂર્તિના અવાજ અને વિડિયોની આધુનિક ટેક્નૉલૉજી મારફત નકલ કરીને તૈયાર કરાયેલા કેટલાક બનાવટી, અનધિકૃત અને છેતરપિંડીયુક્ત વિડિયો અને ઑડિયો સોશ્યલ મીડિયા પર ફરી રહ્યા છે, જેમાં ચોક્કસ શૅર્સ અને અન્ય સાધનોમાં મૂડીરોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે. BSEએ આ સંદર્ભમાં કહ્યું છે કે BSEના MD અને CEO ફેસબુક અથવા અન્ય સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ મારફત આવી કોઈ ભલામણ કરતું નથી.

તાજેતરમાં આવા જ વિડિયો નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)ના મૅનેજિંગ ડિરેક્ટરના નામે પણ ફરતા થયા હતા ત્યારે NSEએ પણ આવી સ્પષ્ટતા કરી હતી. જોકે હજી પણ આ મામલે સંબંધિત સોશ્યલ મીડિયાએ પોતાના તરફથી એને ડિલીટ કર્યા નથી એ નવાઈની વાત છે.

bombay stock exchange mumbai mumbai news business news