સુધરાઈની લાપરવાહીનું જીવલેણ ઉદાહરણ

05 December, 2021 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બપોરે સાડાત્રણ વાગ્યાની આ ઘટનામાં બન્ને યુવક ઘણા સમય બાદ પણ ઉપર ન આવતાં ફાયરબ્રિગેડને બોલાવવામાં આવી હતી

તસવીર : આશિષ રાજે

દક્ષિણ મુંબઈમાં બૉમ્બે હાઈ કોર્ટ પાસેની ગટરની મોટી લાઇન સાફ કરવા માટે ગઈ કાલે બે યુવક મૅનહોલમાં ઊતર્યા હતા. બપોરે સાડાત્રણ વાગ્યાની આ ઘટનામાં બન્ને યુવક ઘણા સમય બાદ પણ ઉપર ન આવતાં ફાયરબ્રિગેડને બોલાવવામાં આવી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ સુકર કુમાર નામના યુવકને બહાર કાઢીને જી. ટી. હૉસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યો હતો. પિન્ટુ સિંહ નામના બીજા સફાઈ-મજૂરને બે કલાક બાદ ગટરની અંદરથી બહાર કઢાયો હતો. આ મજૂરને જે. જે. હૉસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હોવાનું ફાયરબ્રિગેડના પ્રવક્તાએ જણાવ્યું હતું. આ બન્ને મજૂર એક પ્રાઇવેટ કંપનીના કર્મચારી હતા.  

mumbai mumbai news brihanmumbai municipal corporation