એફડીએએ ગર્ભનિરોધક દવાઓનું વેચાણ કરવા બદલ ઍમેઝૉન અને ફ્લિપકાર્ટને નોટિસ ફટકારી

31 July, 2021 11:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ ઍક્ટ ૧૯૪૦ અનુસાર કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન વગર આવી દવાઓનું ઑનલાઇન વિતરણ કરવા પર પ્રતિબંધ છે એમ એફડીએએ યાદીમાં જણાવ્યું હતું.

એફડીએએ ગર્ભનિરોધક દવાઓનું વેચાણ કરવા બદલ ઍમેઝૉન અને ફ્લિપકાર્ટને નોટિસ ફટકારી

મહારાષ્ટ્રની ફૂડ ઍન્ડ ડ્રગ ઑથોરિટી (એફડીએ)એ ગુરુવારે જણાવ્યું હતું કે ઍમેઝૉન અને ફ્લિપકાર્ટના પ્લૅટફૉર્મ પર પ્રિસ્ક્રિપ્શન વગર ગર્ભનિરોધક કિટ્સ તથા દવાઓ ઉપલબ્ધ હોવાની એને જાણ થયા બાદ આ ઈ-કૉમર્સ કંપનીઓને નોટિસ ફટકારી છે. ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ ઍક્ટ ૧૯૪૦ અનુસાર કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન વગર આવી દવાઓનું ઑનલાઇન વિતરણ કરવા પર પ્રતિબંધ છે એમ એફડીએએ યાદીમાં જણાવ્યું હતું.
એફડીએએ બાતમીના આધારે ઍમેઝૉન પર ‘મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી’ માટેનો ઑર્ડર નોંધાવ્યો હતો અને ઉત્તર પ્રદેશ તથા ઓડિશાના કેટલાક સપ્લાયરોએ તે ઑર્ડર સ્વીકાર્યો હતો. ફ્લિપકાર્ટમાં પણ આવું જોવા મળ્યું હતું. એફડીએની યાદી અનુસાર આવી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાય છે કે કેમ એ ચકાસવા તેણે ૩૪ ઈ-કૉમર્સ પોર્ટલ્સ તપાસી હતી.

Mumbai mumbai news