બાંદરા-ઈસ્ટના બસ-સ્ટૉપ પર આખરે શેલ્ટર લાગ્યું

26 June, 2022 11:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધીમે-ધીમે અન્ય બસ-સ્ટૉપ પર પણ શેલ્ટર લગાવવામાં આવશે

બાંદરા-ઈસ્ટના બસ-સ્ટૉપ પર શેલ્ટર

બાંદરા-ઈસ્ટમાં સ્ટેશન સામેથી હીરાબજાર અને મ્હાડા સહિત ગવર્નમેન્ટ કૉલોની માટેની બસ ફરી એક વખત શરૂ કરવામાં ‘મિડ-ડે’એ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. જોકે એ જગ્યાએ લોકોને સુવિધા મળી રહે અને હેરાનગતિનો ભોગ ન બનવું પડે એટલા માટે પહેલાં તો માત્ર બેસ્ટના થાંભલા નાખીને બસ શરૂ કરી દેવાઈ હતી. જોકે ત્યાં બસ-શેલ્ટર નાખવામાં આવે એ માટેના પ્રયાસો ચાલુ જ હતા.

આખરે ગઈ કાલે ત્યાં શેલ્ટર નાખવાનું કામ પણ શરૂ કરાયું હતું. એ-૩ રૂટ પરના બસ-સ્ટૉપ પર શેલ્ટર લગાડી દેવામાં આવતાં તડાકામાં ઊભા રહેવાને બદલે લોકોએ શેલ્ટરની સુવિધા મ‍ળતાં એની નીચે જ લાઇનમાં ઊભા રહેવાનું મુનાસિબ માન્યું હતું. ધીમે-ધીમે અન્ય બસ-સ્ટૉપ પર પણ શેલ્ટર લગાવવામાં આવશે.  

mumbai mumbai news bandra