✕

મુંબઈ સેન્ટ્રલના હીરા મંઝિલ બિલ્ડિંગમાં આગ : ૮ લોકોને બચાવાયા, એક ફાયર-ફાઇટર ઘાયલ

23 November, 2026 09:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથ મુંબઈમાં રવિવારે વહેલી સવારે ૪ માળના રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં આગ લાગી હતી

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

સાઉથ મુંબઈમાં રવિવારે વહેલી સવારે ૪ માળના રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ ઘટનામાં બે બાળકો સહિત ૮ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતાં, જ્યારે ફાયર બ્રિગેડનો એક ઑફિસર ઈજાગ્રસ્ત થયો હતો. મુંબઈ સેન્ટ્રલની નવજીવન સોસાયટી નજીક હીરા મંઝિલ બિલ્ડિંગના બીજા માળે શનિવારે મધરાતની આસપાસ આગ ફાટી નીકળી હતી. લગભગ પાંચ કલાકની જહેમત બાદ સવારે ૫.૦૫ વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

અગ્નિશામકોએ ટર્નટેબલ લેડરનો ઉપયોગ કરીને ત્રીજા માળે ફસાયેલાં એક પુરુષ અને બે મહિલાઓને બચાવ્યાં હતાં, જ્યારે એક વૃદ્ધ મહિલાને સીડીઓ વાટે પહેલા માળેથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ચોથા માળના એક રૂમમાંથી એક પુરુષ, એક મહિલા, એક છોકરો અને એક છોકરીને પણ સીડીઓ મારફતે સુરક્ષિત નીચે લાવવામાં આવ્યાં હતાં.
વિડિયો-કૉલે બચાવ્યો જીવ

આ કુટુંબને વિડિયો-કૉલ મારફત બચાવવામાં આવ્યું હોવાનું જણાવતાં અમીન પટેલે જણાવ્યું હતું કે ‘અમે તેમની સાથે વિડિયો-કૉલ મારફત સતત જોડાયેલા હતા. વિડિયો-કૉલથી અમે તેમને કઈ રીતે સુરક્ષિત રીતે બચીને કઈ દિશા તરફ જવું એની સૂચના આપી રહ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનો તેમને સુરક્ષિત બચાવી લેશે એવી ધરપત અમે તેમને આપી હતી.’

mumbai news mumbai mumbai central fire incident mumbai fire brigade