22 March, 2025 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પવઈમાં ગોપાલ શર્મા ઇન્ટરનૅશનલ સ્કૂલની બાજુમાં આવેલા ૨૪ માળના સાઈ સૅફાયર બિલ્ડિંગમાં ગઈ કાલે સવારે ૯.૩૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. પહેલાં ૧૭મા માળે ઇલેક્ટ્રિક ડક્ટમાં આ આગ લાગી હતી, જે અન્ય માળ પર પણ ફેલાઈ હતી.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ જણાવ્યા મુજબ આગ નવમા માળથી લઈને બાવીસમા માળ સુધી ફેલાઈ હતી. ઇલેક્ટ્રિકના વાયરો બળી જતાં ભારે ધુમાડો ફેલાઈ ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનો બિલ્ડિંગના ૫૦થી ૬૦ જેટલા રહેવાસીઓને દાદરાથી સુરિક્ષત નીચે લઈ આવ્યા હતા. સવારે ૯.૩૦ વાગ્યે લાગેલી આગ બપોરે ૧૨.૦૨ વાગ્યે ઓલવી શકાઈ હતી.
આગની બીજી એક ઘટના અંધેરી-ઈસ્ટમાં મહાકાલી કેવ્સ રોડ પર ગિરિરાજ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટની પાસે આવેલી ન્યુ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં બની હતી. બે માળના ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં બીજા માળના ગાળામાં આગ લાગી હતી.