24 December, 2025 03:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર (Maharashtra) ના થાણે (Thane) જિલ્લામાં ભિવંડી (Bhiwandi) માં બુધવારે સવારે એક કાપડ ફેક્ટરીમાં આગ બુઝાવવાની કામગીરી દરમિયાન એક ફાયરમેનને સામાન્ય ઇજાઓ થઈ હતી.
ફાયર ઓફિસર મહેશ પાટીલ (Mahesh Patil) ના જણાવ્યા અનુસાર, ભિવંડીના ખોની (Khoni) ગામમાં એક ઔદ્યોગિક યુનિટમાં આજે એટલે કે, બુધવારે સવારે લગભગ ૫.૪૫ વાગ્યે આગ (Fire in Thane) લાગી હતી. ભિવંડીના નિઝામપુર શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન (Nizampur City Municipal Corporation) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તાત્કાલિક અગ્નિશામક કામગીરી શરૂ કરવામાં આવી હતી અને સવારે લગભગ ૮.૩૦ વાગ્યા સુધીમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
આગ બુઝાવવાની કામગીરી દરમિયાન, એક લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડર વિસ્ફોટ થયો, જેના કારણે એક ફાયરમેનને સામાન્ય ઇજાઓ થઈ હોવાની માહિતી ફાયર ઓફિસર મહેશ પાટીલે આપી. ફાયર ઓફિસરે વધુમાં જણાવ્યું કે, ઘાયલ થયેલા ફાયર ફાઇટરની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
અધિકારીએ જણાવ્યું હતું કે, આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. જોકે, આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
આ જ પ્રકારની બીજી ઘટનામાં, મંગળવારે સાંજે થાણેના મુમ્બ્રા (Mumbra) માં એક કોમર્શિયલ બિલ્ડિંગમાં અનેક ગોડાઉનમાં લાગેલી આગ મોડી રાત સુધીમાં સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ હતી, જેમાં કોઈ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ નથી.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (Thane Municipal Corporation - TMC) ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (Disaster Management Cell) ના જણાવ્યા અનુસાર, મુંબ્રા ફાયર સ્ટેશન (Mumbra Fire Station) નજીક મેક કંપની કમ્પાઉન્ડ (Mech Company Compound) માં સાંજે લગભગ ૬.૦૬ વાગ્યે આગ લાગી હતી. આગના કારણે ગ્રાઉન્ડ-પ્લસ-ટુ-માળની ઇમારતમાં બી વિંગના પહેલા અને બીજા માળે સ્થિત બે ગોડાઉનને અસર થઈ હતી.
આગને કાબુમાં લેવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, થાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (Thane Disaster Response Force), મુમ્બ્રા પોલીસ (Mumbra police), ટોરેન્ટ પાવર કંપની (Torrent Power Company) અને નાગરિક અતિક્રમણ વિભાગના કર્મચારીઓ સાથે ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અગ્નિશામકોએ ત્રણ ફાયર એન્જિન, એક જમ્બો ટેન્કર, બે પાણીના ટેન્કર અને એક બચાવ વાહન તૈનાત કર્યા હતા, જ્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા વધારાના ખાનગી પાણીના ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી હતી.
અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે, રાત્રે લગભગ ૧૧ વાગ્યા સુધીમાં આગ કાબુમાં આવી ગઈ હતી અને સંપૂર્ણપણે ઓલવાઈ ગઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે, પરિસ્થિતિ હવે સ્થિર છે અને આગ બુઝાવવાની કામગીરી સંપૂર્ણ થઈ ગઈ છે. જોકે, આ દુર્ઘટનામાં પણ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.