નવી મુંબઈ ઍરપોર્ટ પરથી ૨૫ ડિસેમ્બરે પહેલી કમર્શિયલ ફ્લાઇટ ઊડશે

19 November, 2025 07:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શરૂઆતમાં ૧૨ કલાક અને ફેબ્રુઆરીથી રાઉન્ડ-ધ-ક્લૉક સર્વિસ શરૂ થશે

નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (NMIA)

નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (NMIA)એ ૨૫ ડિસેમ્બરથી કમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. પહેલા મહિનામાં સવારે ૮થી રાતે ૮ વાગ્યા સુધી ૧૨ કલાક ઍરપોર્ટ કાર્યરત રહેશે. NMIA પરથી રોજ ૨૩ શેડ્યુલ્ડ ડિપાર્ચરનું સંચાલન કરવામાં આવશે તેમ જ ઍરપોર્ટ પ્રતિ કલાક ૧૦ ફ્લાઇટ્સ મૂવમેન્ટનું સંચાલન કરશે.

NMIA પર પહોંચનારી પ્રથમ ફ્લાઇટ બેન્ગલુરુથી નવી મુંબઈ ઇન્ડિગો 6E460 હશે જે સવારે ૮ વાગ્યે લૅન્ડ થશે. ત્યાર બાદ ઇન્ડિગો 6E882 સવારે ૮.૪૦ વાગ્યે નવી મુંબઈથી હૈદરાબાદ માટે રવાના થશે જે નવા ઍરપોર્ટથી પ્રથમ આઉટબાઉન્ડ સેવા રહેશે.

શરૂઆતના ગાળામાં ઇન્ડિગો, ઍર ઇન્ડિયા એક્સપ્રેસ અને અકાસા ઍર નવી મુંબઈથી ૧૬ ડોમેસ્ટિક ડેસ્ટિનેશનને કનેક્ટ કરતી ફ્લાઇટ્સનું સંચાલન કરશે. ૨૦૨૬ના ફેબ્રુઆરીથી નવી મુંબઈ ઍરપોર્ટ ૨૪ કલાક માટે કાર્યરત થશે એટલે રોજ ૩૪ ડિપાર્ચર થઈ શકશે. નવા ઍરપોર્ટનું સંચાલન સરળ રહે એ માટે ઑપરેશનલ રેડીનેસ અને ઍરપોર્ટ ટ્રાન્સફર (ORAT) ટ્રાયલ હાથ ધરવામાં આવી છે.

mumbai news mumbai navi mumbai airport indigo air india