01 January, 2026 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)માં વૉર્ડ-નંબર ૧૮માંથી રેખા ચૌધરી અને વૉર્ડ-નંબર ૨૬-Aમાંથી આશાવરી કેદાર નવરે ભારતીય જનતા પાર્ટી (BJP)નાં કૉર્પોરેટર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતાં. એ પછી વૉર્ડ-નંબર ૨૬-Bમાંથી રંજના મિતેશ પેનકર પણ બિનહરીફ ચૂંટાયાં હતાં. ૧૨૨ બેઠક ધરાવતી KDMCમાં BJP હવે સરકાર બનાવવાથી ૫૭ બેઠક દૂર છે. અહીં BJP ૬૫ બેઠક પર અને શિવસેના ૫૭ બેઠક પર ચૂંટણી લડી રહી છે.
પનવેલ-ધુળેમાં BJPના એક-એક કૅન્ડિડેટ બિનહરીફ
પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં પણ BJPના નીતિન પાટીલ વૉર્ડ-નંબર ૧૮-Bમાં કૉર્પોરેટર તરીકે બિનહરીફ ચૂંટાઈ ગયા હતા. ધુળે મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં BJPનાં ઉજ્જ્વલા ભોસલે
વૉર્ડ એકમાંથી બિનહરીફ ચૂંટાયાં હતાં.