બહારગામની ટ્રેનોમાં ફૂડની સુવિધા ફરી શરૂ કરવામાં આવી

20 November, 2021 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નૉર્મલ ટ્રેન-સર્વિસમાં મુસાફરી દરમ્યાન પ્રવાસીઓ ટ્રેનની પેન્ટ્રીમાં તૈયાર કરાયેલું ભોજન અને રેડી ટુ ઇટ ફૂડ મેળવી શકશે.

બહારગામની ટ્રેનોમાં ફૂડની સુવિધા ફરી શરૂ કરવામાં આવી

કોવિડને લીધે બહારગામની ટ્રેનોમાં ખાણી-પીણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે હવે કોરોનાના કેસ ઓછા થવાન‌ી સાથે જોખમ ઘટતાં રેલવે વિભાગ દ્વારા કોવિડ સ્પેશ્યલ ટ્રેનોને બદલે કોવિડ પહેલાં ચાલતી રેગ્યુલર ટ્રેન-સર્વિસ રીસ્ટોર કરવામાં આવી છે. આથી નૉર્મલ ટ્રેન-સર્વિસમાં મુસાફરી દરમ્યાન પ્રવાસીઓ ટ્રેનની પેન્ટ્રીમાં તૈયાર કરાયેલું ભોજન અને રેડી ટુ ઇટ ફૂડ મેળવી શકશે.
રેલવે બોર્ડ દ્વારા પાંચ ઑગસ્ટ ૨૦૨૦ના રોજ એક પત્ર જાહેર કરાયો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે દેશભરમાં લૉકડાઉન લાગુ કરાયું હોવાથી રેસ્ટોરાં, હોટેલ્સ અને બીજાં જાહેર સ્થળોએ ખાવા-પીવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. જોકે હવે કોરોનાનું જોખમ ઘટી ગયું છે અને નૉર્મલ ટ્રેનો રીસ્ટોર કરાઈ રહી છે એટલે મુસાફરોને ફૂડ મળી રહે એ માટે ગઈ કાલે રેલવે મંત્રાલયે ફૂડના પ્રતિબંધ દૂર કરવાનો નિર્ણય લીધો છે.

Mumbai mumbai news mumbai trains indian railways