શુક્રવારે દાદરમાં બજેટ વિશે ગુજરાતીમાં નિઃશુલ્ક સેમિનાર

04 February, 2026 09:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વક્તાઓ છે જાણીતા કરનિષ્ણાત CA નીતિન મારુ અને કોટક મહેન્દ્ર AMCના મૅનેજિંગ ડિરેક્ટર CA નીલેશ શાહ.

પ્રતીકાત્મક તસવીર

સી.વી.ઓ. ચાર્ટર્ડ ઍન્ડ અકાઉન્ટન્સ (CVOCA) અસોસિએશન દ્વારા શુક્રવારે સાંજે દાદરમાં કેન્દ્રીય બજેટ ૨૦૨૬ વિશે ગુજરાતીમાં નિ:શુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારના વિષયો છે : ૧. સીધા કર પ્રસ્તાવો અને ૨. બજેટની સ્ટૉકમાર્કેટ અને વિવિધ સેક્ટરો પર અસર. વક્તાઓ છે જાણીતા કરનિષ્ણાત CA નીતિન મારુ અને કોટક મહેન્દ્ર AMCના મૅનેજિંગ ડિરેક્ટર CA નીલેશ શાહ. સાંજે પાંચથી ૫.૩૦ વાગ્યા દરમ્યાન હાઈ-ટી અને રજિસ્ટ્રેશન બાદ ૮.૩૦ વાગ્યા સુધી કાર્યક્રમ ચાલુ રહેશે. કાર્યક્રમ દરમ્યાન અસોસિએશનના સભ્યો દ્વારા બજેટ ૨૦૨૬ પર તૈયાર કરવામાં આવેલી બુકલેટ હાજર રહેનારાઓને નિઃશુલ્ક આપવામાં આવશે. સ્થળઃ કિંગ જ્યૉર્જ ઑડિટોરિયમ, હિન્દુ કૉલોની, દાદર-ઈસ્ટ. 

mumbai news mumbai dadar union budget gujarati community news gujaratis of mumbai finance news